Banner Puja Patel

Learn from life & society: માણસ જાણે પહેલાં ઘસાય, પછી ઘડાય પણ કંઇક નવું શીખી જાય!

“શીખ”(Learn from life & society)

Learn from life & society: હંમેશા આપણે કશુંક ને કશુંક શીખતાં જ રહીએ છીએ, નાનપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી! શિખવાનું કદી જાણે ખતમ જ નથી થતું! શાળાએ શિક્ષણ માટે શિખવા જતાં હોઈએ છીએ ત્યારે પણ આપણે પુસ્તકિયા વિષયોના સિવાય પણ ઘણું બધું શીખીએ છીએ. શીખવા માટે આપણને ઘણાં બધાં સ્ત્રોતો મળી રહે છે જેમ કે, શિક્ષકોએ આપેલી શીખ અને સલાહ, માતા પિતાની સલાહ, મિત્રોની વાતો, તેમનો વ્યવહાર વગેરે વગેરે….

શીખવું એટલે જાણે પોતાનામાંથી કશુંક ખામી જેવું રહી ગયું હતું તે દૂર કરવાં માટે આપણે કશુંક ને કશુંક શીખતાં રહેતાં હોઈએ છીએ. માણસ જાણે પહેલાં ઘસાય, પછી ઘડાય પણ કંઇક નવું શીખી જાય! આપણે કંઈક નવું શીખીએ ત્યારે આપણે આપણી આસપાસ ઘણું બધું બદલાઈ ગયું હોય તેમ લાગે છે. સૌથી પહેલાં તો આપણે કશુંક નવું શીખીએ એટલે આપણી વિચારસરણી બદલાઈ જતી હોય છે. અને જે વ્યક્તિની વિચારસરણી જ કશુંક શીખીને બદલાઈ હોય છે તે કંઇક નવું સાહસ કરવા માટે તૈયાર હોય છે જેવી રીતે સિંદબાદ દરેક દરિયાઈ સફર ખેડીને દરેક સફરે કંઇક નવું શિખ્યો હતો તેવી રીતે.

Busy Life: સવાર પડી નથી કે “ઊઠો, જાગો અને રાત ન પડે ત્યાં સુધી મંડ્યા રહો!”

શીખવાની પણ એક ઢબ હોય છે. જ્યારે આપણે કશુંક નવું શીખીએ અને એમ વિચારીએ કે મારે આ વસ્તુને મારા જીવનમાં અપનાવવી છે તે વસ્તુ આપણે ધીરે ધીરે અપનાવતાં થઈ જઈએ છીએ તેની ખબર જ નથી રહેતી! કંઇક શીખીને આપણે નવી વસ્તુ પણ બનાવી શકીએ છીએ અને તે કામ કરવા માટે આપોઆપ મોટીવેશન અને સાહસ મળી જતું હોય છે. આ જ સાહસ આપણને નવાં આવિષ્કાર કરવામાં મદદરૂપ બને છે.

અમુક લોકો જે જે શીખીને પણ અમલમાં ન મૂકી શકતાં હોય તેમનું શીખેલું જ્ઞાન કોઈ કામનું રહેતું નથી! જેટલું પણ આપણે શીખતાં જઈએ તેનું જીવનમાં અમલીકરણ પણ એટલું જ જરૂરી છે. અને પોતે શીખીને જ્યારે તે બીજાંને કંઇક શીખવે તો એક જ વ્યક્તિ એક કરતાં ઘણાં બધાં લોકોનું જીવન બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. તો આપણે પણ નવું નવું શીખવું જોઈએ અને બીજાને જરૂર પડે ત્યારે શીખવતાં પણ રહેવું જોઈએ. આ સાથે હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક સાથે બોવ જ જલ્દી!

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *