Devendra Patel Part 02

The beginning of indian cinema part-2: જ્યારે રાણીનો રોલ કરવા પ્રોસ્ટિટ્યૂટ્સ પણ તૈયાર નહોતી – રાજા હરિશ્ચંદ્ર

The beginning of indian cinema part-2: ઈ.સ.૧૯૧૧ ક્રિસમસના દિવસો હતા.

મુબઈ નાતાલ ઊજવવાની તૈયારી કરી રહ્યું હતું. એ દિવસોમાં રાત્રે ડીરાજ ગોવિક ફાળકે નામનો ચાલીસેક વર્ષનો એક માણસ તેની પત્ની સરસ્વતીબાઈને લઈ મુંબઈના સેમ્બર્સ્ટ રોડ પર ગયો. અહીં એક ટેન્ટ લગાવેલો હતો. તંબુ સરકસ જેવો પરંતુ ચારે બાજુથી બંધ. તંબુની અંદર કેટલાક પુરોપિયનો બેઠેલા હતા. ટેન્ટને કારથી ઘણગારવામાં આવેલો હતો. અંદર પરદેશથી આવેલી એક સિનેમા હતી. અમેરિકમાં બનેલી એક ફિચર ફિલ્મ પ્રદર્શિત થવાની હતી.

ધીરાજ ફાળકેએ પણ આઠ આનાની ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી અને પતિ જૂના જેવી તત્ત્વમાં પ્રવેશ્યાં. તે છ મુખ્ય ફિલ્મ શરૂ થઈ. ફિલ્મનું નામ હતું : ‘લાઇફ ઓફ ફ્રાઇસ ફિલ્મ મુંગી પણ રંગીન હતી. પડદા પાસે બેઠેલા કેટલાક ક્લાારો રંગીન માતા હતા. ચિત્રની વચ્ચે વચ્ચે જાદુગરો ટલાક જૂઠું પણ દર્શાવતા હતા. અને દામા પકોને આવું ગમતું હતું. અલબત્ત કાઈસ્ટની ફિલ્મ જોઈ લોકોની ચી કાળી આવી ગયાં હતાં.

ફિલ્મ નિહાળીને ફાળકે અને તેમનાં પત્ની તંબુની બહાર નીકળ્યાં. રસ્તામાં ફાળકે તેમનાં પત્નીને કહ્યું : “આપણે પણ ‘લાઇફ ઓફ ક્રાઇસ્ટ’ જેવી ભગવાન રામ અને કૃષ્ણ

વિશે ફિલ્મ કેમ ના બનાવી શકીએ ?

એ દિવસ પછી ધૂડીરાજ ગોવિંદ ફાળકેના દિમાગ પર ફિલ્મ બનાવવાનું ભૂત સવાર થઈ ગયું. બીજા બે મહિના સુધી સેન્ડબર્સ્ટ રોડ પરના તંબુમાં પ્રદર્શિત થતી તમામ ફિલ્મ પૂડીરાજ ફાળકેએ જોઈ નાખી. ફિલ્મની ટેનિકનો પણ અભ્યાસ કર્યો. ફાળકેએ હવે ફિલ્મ બનાવવાનું નક્કી કરી નાખ્યું હતું.

તા. ૧લી ફેબ્રુઆરી, ૧૯૧૨ના રોજ પૂડીરાજ ફાળકેએ તેમની જીવન વીમા પૉલિસી ગીરો મુકી લોન લીધી. એ જમાનામાં ભારતમાં ફિલ્મો બનતી જ નહોતી. ખૂટતા પૈસા મિત્ર પાસેથી ઉછીના લીધા અને મુંબઈથી લડનજીતીસ્ટીમર પકડી.

લંડન પહોંચી તેઓ એ જમાનાના બ્રિટિશ ફિલ્મ પ્રોડ્યુસર સેસિલ હેપવર્થને મળ્યા ફાળકેએ સેસિલનો લંડનમાં આવેલો વોલ્ટન, થોપ્સન સ્ટુડિયો પણ નિહાળ્યો. એ જમાનામાં આખા ઈંગ્લેન્ડમાં ફિલ્મોની નેગેટિવ ધોવાનો અને પ્રિન્ટ કાઢવાનો સ્ટુડિયો અને લેબોરેટરી ના એકજ હતી

ફાળકેએ સેસિલને કહ્યું, “મારે ફિલ્મ બનાવતાં શીખવું છે.” તે પછી સેસિલ હેપવર્થની કેટલીક જાણીતી સાઇલન્ટ ફિલ્મો નિહાળી. સેસિલ હેપવર્થ મૂંગી ફિલ્મોના જમાનામાં પણ ટ્રીક ફોટોગ્રાફી જાણતા હતા. ફાળકેએ મૂંગી ફિલ્મની ફોટોગ્રાફી શીખી લીધી. ઇંગ્લેન્ડથી જ મુવી કૅમેરા ખરીદ્યો. ફિલ્મની નેગેટિવ પણ ઇંગ્લેન્ડથી જ ખરીદી. એ ધું લઈ ફાળકે સ્ટીમરમાં બેસી ભારત પાછા ફર્યા. ભારત આવ્યા પણ પહેલી ભારતીય ફિલ્મ બનાવવા તેમની પાસે નાણાં નહોતાં. તેમનાં પત્ની સરસ્વતીબાઈએ કહ્યું, “મારાં ઘરેણાં શું કામ આવશે?’

ફાળકેએ પત્નીના દાગીના ગીરો મૂકી ફિલ્મ-નિર્માણ માટે નાણાં ઊભાં કર્યાં, પરંતુ ફાળકેએ પહેલી ફિલ્મ માટે ધાર્મિક કથા “રાજા હરિશ્ચંદ્ર”નો વિષય પસંદ કર્યો. ધર્મ પર આધારિત કથા હોવા છતાં એ જમાનામાં ફિલ્મ કે નાટકમાં કામ કરવા માટે સારા કે ખાનદાન પરિવાર તો ઠીક પણ કોઈ સામાન્ય પરિવારમાંથી પણ આવવા તૈયાર નહોતું. મુંબઈની વેશ્યાઓ પણ ફિલ્મના રોલ કરવા તૈયાર નહોતી. એ જમાનામાં નાટક કે ફિલ્મમ કામ કરવું બહુ હલકું કામ ગણાતું. રાજા હરિશ્ચંદ્ર બનવા તો એક કલાકાર માંડ મળ્યો પરંતુ હરિશ્ચંદ્રની પત્ની-રાણી બનવા કોઈ તૈયાર નહોતું. છેવટે ફાળકેએ તેમની વફાદાર રસોઇયણને રાજા હરિશ્ચંદ્રની રાણી બનાવવા માંડમાંડ તૈયાર કરી. રસોઇયણનું નામ સસુકે હતું.

ઈ. સ. ૧૯૧૨માં જ ‘રાજા હરિશ્ચંદ્ર’નું શૂટિંગ શરૂ થયું. શૂટિંગ માટે દાદરનો એક બંગલો પસંદ કરાયો, જેને કેટલાંક સુશોભનોથી રાજાના મહેલમાં પરિવર્તિત કરાવી દેવાયો હતો. ફિલ્મનું નિર્દેશન ફાળકેએ જ કર્યું. કૅમેરામેન તરીકે પણ ફાળકે જ હતા. ફિલ્મ ધોવાનું અને પ્રિન્ટ કાઢવાનું કામ પણ ફાળકેએ જ કર્યું. ફિલ્મનું એડિટિંગ પણ તેમણે કર્યું. ફાળકેનાં પત્ની સરસ્વતી ફાળકે આ બધાં જ કામોમાં પતિની સાથે રહ્યાં. જ્યાં શૂટિંગ થયું તે સંકુલને ‘‘ફાળકે સ્ટુડિયો’’ એવું નામ આપવામાં આવ્યું.

મુંબઈમાં હવે સિનેમા થિયેટર પણ હતું. અમેરિકા કે ઇંગ્લેન્ડથી આવેલી સાઇલન્ટ ફિલ્મો એમાં પ્રદર્શિત થતી હતી. એ થિયેટરનું નામ “ઓલિમ્પિક થિયેટર” હતું.

તા. ૨૧ એપ્રિલ ૧૯૧૩ના રોજ ફાળકેની ફિલ્મનો પ્રિવ્યૂશૉ યોજાયો.

તા. ૩જી મે ૧૯૧૩ના રોજ મુંબઈના કોરેનેશન થિયેટરમાં “રાજા હરિશ્ચંદ્ર” ફિલ્મ

પ્રજા માટે રજૂ થઈ. પૂરો એક મહિનો એ ફિલ્મ ચાલી. ભારતની એ પહેલી ફિલ્મ હતી.

આ એ સમય હતો જ્યારે મોહનદાસ કરમચંદ ગાંધી હજી ભારત આવ્યા નહોતા. ગાંધી હજુ દક્ષિણ આફ્રિકામાં હતા અને દક્ષિણ આફ્રિકામાં ગોરાઓ દ્વારા કરાતા અન્યાયનો પ્રતિકાર કરવાનો પ્રથમ અહિંસક પ્રયોગ કરી રહ્યા હતા.

મોહનદાસ કરમચંદ ગાંધી “રાષ્ટ્રપિતા’’ બન્યા તે પહેલાં તો ૪૩ વર્ષની વયના ધૂંડીરાજ ગોવિંદ ફાળકેએ બ્રિટિશ-ઇન્ડિયામાં પ્રથમ ભારતીય ફિલ્મ બનાવીને ભારતીય ફિલ્મજગતના “પિતા”નો અલિખિત ખિતાબ હાંસલ કરી લીધો હતો. ફાળકેની પ્રથમ ભારતીય સાઇલન્ટ ફિલ્મ “રાજા હરિશ્ચંદ્ર”ને જબરદસ્ત સફળતા મળી હતી. એ પછી તો તેઓ આખા દેશમાં દાદાસાહેબ ફાળકે તરીકે જાણીતા બની ગયા.

આ ઘટનાનાં બરાબર ૯૬ વર્ષ બાદ આજે દાદાસાહેબ ફાળકેને યાદ કરવાનું કારણ એ છે કે ભારતીય ફિલ્મજગતના પિતામહ એવા દાદાસાહેબ ફાળકેના જીવન ૫૨ એક મરાઠી ફિલ્મ-નિર્માતાએ ફિલ્મ બનાવી છે. તે ફિલ્મનું નામ “હરિશ્ચંદ્ર ફેક્ટરી’’ છે. તેમાં ઉપર વર્ણવેલી ફાળકેની ફિલ્મ-નિર્માણની કથા જ છે. દાદાસાહેબે કેવી રીતે ફિલ્મ બનાવી અને તે માટે કેવો સંઘર્ષ કર્યો તેનું તેમાં નાટ્યાત્મક નિરૂપણ છે. આ ફિલ્મના નિર્માતાનું નામ પરેશ મોકાશી છે. ફિલ્મનિર્માણ પર ફિલ્મ બની હોય તેવો આ પહેલો પ્રસંગ છે. નોંધનીય વાત છે કે આ વખતના ઓસ્કાર એવોર્ડની સ્પર્ધામાં ‘બેસ્ટ ફોરેન લેંગ્વેજ’ની શ્રેણીમાં આ મરાઠી ફિલ્મ નોમિનેટ થઈછે.

‘‘હરિશ્ચંદ્ર ફેક્ટરી’’ ફિલ્મના નિર્માતા પ્રકાશ મોકાસી ૪૦ વર્ષની વયના છે. તેઓ

લેખક પણ છે અને નાટકોના ડાયરેક્ટર પણ છે. આ ફિલ્મ બનાવતા પહેલાં તેમણે દાદાસાહેબ ફાળકે પર ઘણું સંશોધન કર્યું હતું. ફિલ્મનું કેટલુંક શૂટિંગ લંડનમાં પણ કરવામાં આવ્યું છે, કારણ કે ફાળકે ૯૬ વર્ષ પહેલાં ફિલ્મનિર્માણની કલા શીખવા લંડન ગયા હતા.

અત્યાર સુધી મરાઠી ભાષામાં બનેલી ફિલ્મોમાં સહુથી મોટા બજેટની ફિલ્મ “હરિશ્ચંદ્ર ફેક્ટરી” છે. કહેવાય છે કે આ ફિલ્મ બનાવવા માટે પરેશ મોકાસીએ પ પોતાનું ઘર ગીરો મૂક્યું છે. ફિલ્મનું કથાનક ૧૯મી સદીનું હોઈ એ જમાનાના દાદર અને ગિરગાંવ ઊભાં કરવા પડ્યાં હતાં.

૨૦૦૪ની સાલમાં મરાઠી ફિલ્મ “શ્વાસ”ને ઑસ્કારમાં એન્ટ્રી મળી હતી પરંતુ એવોર્ડ હાયવેત રહી ગયો હતો. તેનું એક કારણ એ હતું કે મરાઠી ફિલ્મની નીચે અંગ્રેજીમાં સબટાઇટલ્સ મૂકવાં પડે છે તે ડિફેક્ટિવ હતાં. આ વખતે “હરિશ્ચંદ્રચી ફેક્ટરી”ના સબટાઇટલ ટેનિલી પરફેક્ટ બનાવાશે. આશુતોષ ગોવારિકરની ફિલ્મ “લગાન” પણ ઓસ્કર સુધી પહોંચતાં પહોંચતાં રહી ગઈ હતી. એ સમયની ત્રુટીઓને પણ દૂર કરવામાં આવશે.

દાદાસાહેબ ફાળકેનું નામ ભારત માટે નવું નથી. ભારત સરકાર દ્વારા ફિલ્મ ક્ષેત્ર શ્રેષ્ઠ પ્રતિભાને અપાતા ‘‘દાદાસાહેબ ફાળકે એવોર્ડના કારણે ફાળકનું નામ ભારતમાં જાણીતું છે. પરંતુ કેટરીના કૈફ કે સલમાન ખાનને રોલ મોડલ સમજીને ભારતની નવી પેઢી ભાગ્યે જ ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતા એવા દાદાસાહેબ ફાળકને ઓળખે છે.

કુંડીરાજ ગોવિંદ ફાળકેનો જન્મ તા. ૩૦મી એપ્રિલ ૧૮૭૦ના રોજ નાસિક પાસે ત્ર્યંબકેશ્વર ખાતે થયો હતો. તેમના પિતા સંસ્કૃતના વિદ્વાન હતા. તેઓ ૧૮૮૫માં મુંબઈની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં જેડાયા હતા. ઈ. સ. ૧૮૯૦માં ફાળકેએ વડોદરા જઈ શિલ્પ, એન્જિનિયરિંગ, ડ્રોઇંગ, પેઇન્ટિંગ અને ફોટોગ્રાફીનો અભ્યાસ કર્યો હતો.

કારકિર્દીની શરૂઆત તેમણે ગોધરામાં એક ફોટોગ્રાફર તરીકે શરૂ કરી હતી પરંતુ પ્લેગ ફાટી નીકળતાં પ્રથમ પત્ની અને બાળકનું મૃત્યુ થતાં મુંબઈ આવ્યા હતા. શરૂઆતમાં તેમણે તખ્તાના કલાકારોના મેકઅપમેન તરીકે પણ કામ કર્યું. એ પછી જર્મન જાદુગર કાર્લ હર્ટઝ સાથે પણ કામ કર્યું. ત્યાર બાદ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં ડ્રાફટમેન બન્યા. રાજા રવિવર્માનાં ચિત્રોની લિયોગ્રાફી કરી. ભાગીદાર સાથે વિવાદ થતાં એ ધંધો છોડી તેઓ મુંબઈ આવ્યા અને બીજી વારનાં પત્ની સરસ્વતીબાઈ સાથે “લાઇફ ઓફ ક્રાઇસ્ટ’’ ફિલ્મ જોઈ અને તેમનો જીવનધ્યેય જ બદલાઈ ગયો.

દાદાસાહેબ ફાળકેએ એમના જીવનકાળ દરમિયાન ૧૯૧૩ પછી કુલ ૯૫ ફિલ્મો અને ૨૬ ટૂંકી ફિલ્મો બનાવી. જેમાં (૧) મોહિની ભસ્માસુર (૨) સત્યવાન સાવિત્રી (૩) લંાદન (૪) શ્રીકૃષ્ણ-જન્મ અને (૫) કાલીય મદનનો સમાવેશ થાય છે.

તેમના સમયગાળા દરમિયાન મોડલ સ્ટુડિયો પણ ઊભો કર્યો. એક્ટરો તૈયાર કર્યાં. ટેકનિશિયનો તૈયાર કર્યા. ૧૮૨૦માં ભાગીદારો સાથે ફરી કેટલાક પ્રશ્નો ઊભા થતાં દાદાસાહેબ ફાળકેએ ઊભી કરેલી બીજી કંપની ‘હિન્દુસ્તાન ફિલ્મ કંપની”માંથી તેઓ

છૂટા થયા. તેમણે નિવૃત્તિની પણ ઘોષણા કરી દીધી.

અને એક સર્જકની ગેરહાજરીમાં હિન્દુસ્તાન ફિલ્મ-નિર્માણ કંપની પણ ભારે નુકસાનના ખાડામાં ઊતરી ગઈ.

ભાગીદારોએ દાદાસાહેબ ફાળકેના પગે પડી તેમને ફરી કંપનીમાં આવવા મનાવ્યા, ફાળકેએ પાછા આવી થોડી ફિલ્મો બનાવી પરંતુ હવે બોલતી ફિલ્મો આવી. નવી સ્પર્ધા અને નવી ટેક્નોલોજી આવી અને નવા જમાનાની સાઉન્ડ ફિલ્મો સાથે દાદાસાહેબ તાલ મિલાવી શક્યા નહીં. તેમની છેલ્લી મૂંગી ફિલ્મ “સેતુ બંધન” ૧૯૩૩માં રિલીઝ થઈ હતી. તેમણે ૧૯૩૪-૩૮ દરમિયાન ‘ગંગાવતરણ” નામની સાઉન્ડ ફિલ્મ બનાવી કાયમ માટે નિવૃત્તિ લઈ લીધી.

તા. ૧૯ ફેબ્રુઆરી ૧૯૪૪ના રોજ નાસિકમાં તેમનું અવસાન થયું.

આ પણ વાંચો…નવલકથા; સુધાની જિંદગીની સફર ભાગ-9 (Sudhani jindagini safar part-9)

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *