Bhanuben prajapati sarita 600x337 1

નવલકથા; સુધાની જિંદગીની સફર ભાગ-9 (Sudhani jindagini safar part-9)

સુધાની જિંદગીની સફર ભાગ-9 (Sudhani jindagini safar part-9)

Sudhani jindagini safar part-9: અંજલી સુધાને રોકી રહી હતી પરંતુ સુધા હવે ત્યાં રોકવા માટે તૈયાર ન હતી એટલે ત્યાંથી નીકળી જ ગઈ.
અંજલી એ કહ્યું : અરે સુધાભાભી અડધી રાતે તમે ક્યાં જશો! પરંતુ હવે સુધા વધારે રોકાઈ નહિ અને નીકળી જ ગઈ અને સીધી તે ત્યાં બસ સ્ટેન્ડ પર પહોંચી. બસ નો કોઈ ટાઈમ હતો જ નહીં એટલે તેને આખી રાત એ બસ સ્ટેન્ડ પર જ ગુજારી. બાજુમાં એક ચાની દુકાન હતી ત્યાં ચા પી ને આખી રાત તેને પસાર કરી. ડર જેવું હતું નહીં એટલે એને નિરાંત હતી.

સવાર પડતાં જ સુધા ત્યાંથી બસમાં રીનાને ત્યાં નીકળી ગઈ અને રીક્ષા કરીને સીધી જ રીનાના બંગલામા પહોંચી ગઈ. રીના તો સુધાને છોડીને હરખઘેલી બની ગઈ એ તો સુધાને ભેટી પડી. સુધા રીનાને ખભે માથું મૂકીને ખુબ જ રડી.
રીનાએ કહ્યું : સુધા મેં તને પહેલેથી જ કહ્યું હતું કે; એ લોકો તને ક્યારે પણ સ્વીકારશે નહીં. હું આ જમાનાના લોકોને જાણું છું અને અનુભવું પણ છું પરંતુ તને વિશ્વાસ તારા પતિ પર એટલે હું કંઈ પણ બોલી નહિ.

સુધાએ કહ્યું : રીના હવે હું કંઈ પણ સાંભળવા કે યાદ કરવા માંગતી નથી. હવે ગમે તે કરીને મને તું સારી એવી નોકરી પર લગાવી દે તો સારી બાબત છે.
રીનાએ કહ્યું : સુધા હું જે જોબ કરું છું. એ જોબ તું કરી શકતી હોય તો મને કોઈ પણ વાંધો નથી.
સુધાએ કહ્યું : હું તારી સાથે જોબ કરવા તૈયાર છું.
રીનાએ કહ્યું : તો આવતીકાલ સવારથી તું મારી સાથે જોબ પર આવી શકે છે.
સુધાએ કહ્યું : ના હું આજથી જ તારી સાથે જોબ કરવા માટે તારી સાથે જ આવીશ.

એટલામાં ત્યાં એક ડ્રાઈવર રીનાને લેવા માટે આવી ગયો અને રીનાએ સુધાને પણ કહ્યું ચાલ મારી સાથે
રીના મનોમન ખુશ થતી કે ભગવાને મારી બધી બાજુ ના દરવાજા ભલે બંધ કર્યા હોય પરંતુ મને આજે એક સારી એવી મિત્ર મળી છે એનાથી હું મારા જીવનની નવી જિંદગીની શરૂઆત કરીશ.
રીનાની સાથે સુધા તેની ઓફિસે પહોંચી. જોયું તો રીના સુધાને ઘણું બધું અજુગતું લાગ્યું એને કહ્યું અહીં તો એવી કોઈ કંપની કે કામ તો દેખાતું જ નથી તો રીના અહીંના કયું કામ આપણે કરવાનું છે.

રીનાના બોસ આવ્યા અને કહ્યું : અરે તારી બાજુમાં તો તું સરસ મજાની ગુલાબની કળી માફક દીપી ઉઠે એવી છોકરી લઈને આવી છે.
સુધા હવે છેતરાય એમ નહોતી. એ બધું સમજી ગઈ અને તરત જ એ સડસડાટ કરતી રીક્ષા પકડીને રીનાના ઘરે આવી ગઈ. એ પોતે એક વખત ફોરેનમાં છેતરાઈ હતી પરંતુ બોસ ને જોઈને એને બધો જ ખ્યાલ આવી ગયો કે અહીં કોઈ કંપની કે ઓફિસ નથી પરંતુ કોઈ બીજા વેપાર ચાલતા હોય એવું એને લાગ્યું.

રીનાના બોસે કહ્યું : અરે રીના તારી સખી કેમ પાછી ગઈ. મને તો એમ કે આજે કોઈક વધારે કમાણી થશે તેવું મને લાગ્યું હતું. આજે તો ફોરેન ની પાર્ટી પણ આવવાની હતી.
રીનાએ કહ્યું : સર સુધાને કંઇક પણ વાત કર્યા વિના લાવી હતી. હું એને આપણી કંપનીમાં જોબ કરે એ માટે દબાણ કરવા નથી માંગતી. મારી મજબૂરીથી હું અહીંયા જ છું પરંતુ સુધાની ઈચ્છા વિરુદ્ધ હું એને આપણી કંપનીમાં જોબ કરવા માટે લાવી શકીશ નહિંં.
બોસે કહ્યું : રીના જો તમે એને નહિં લાવો તો આજથી તમને પણ આ કંપનીમાંથી છુટા કરું છું.

રીના એ કહ્યું : હું મારી જાતે જ તમારી કંપનીને રીઝાઇન કરું છું. તમે મને મફતનો પગાર આપતા જ નહોતા. હું તમારા ક્લાઈન્ટો ને ખુશ કરતી હતી એના બદલામાં તમે મને પગાર આપતા હતા. જે વ્યક્તિ મારા ભરોસે મારા ઘરે આવી છે એને હું અહીં લાવવા નથી માંગતી. એ તરત જ રાજીનામું આપીને પોતાના ઘરે આવી ગઈ.

ઘરે આવીને જુએ છે તો સુધા પોતાનો સામાન હાથમાં લઈને નીકળી રહી હતી. તરત જ રીનાએ આવતાની સાથે સુધાને કહ્યું, સુધા મને માફ કરી દે. મને ખબર નહોતી કે તારા પર શું વીતતી હશે પરંતુ તે કહ્યું કે હું તમારી સાથે જોબ કરવા તૈયાર છું એટલા માટે હું તને સાથે લઇ ગઇ હતી પરંતુ આજે મને પણ દુઃખ થાય છે કે મારે તને પહેલા જણાવવું જોઈતું હતું.
સુધાએ કહ્યું : હું જે ગંદકીમાંથી માંડ બહાર આવી છું. એવી ગંદકીમાં તમે મને કેમ લઈ ગયા. તમારે મને સમજવાનો પ્રયત્ન કરવો જોઈતો હતો રીનાબહેન. હું તમારા ભરોસે આવી હતી.

રીનાએ કહ્યું : સુધા હું પણ તારી જેમ તરછોડાયેલી જ યુવતી છું. મેં ઘણી જગ્યાએ નોકરી માટે પ્રયત્નો કર્યા પરંતુ આ જમાનામાં મોંઘવારીનો માર સામાન્ય મજૂરી કરીને હું પૂરો કરી શકતી નહોતી એટલા માટે જ મેં મજબૂરીથી આ કામને સ્વીકાર્યું હતું અને હા, ત્યાં હું કોઈ બીજું કામ નહોતી કરતી ફક્ત કંપનીમાં મીટીંગ હોય ત્યારે દરેક લોકોને હું ડ્રીંક આપતી હતી અને ડાન્સ કરતી હતી. બીજી કોઈક ગંદુ કામ હું ત્યાં કરતી નહોતી પરંતુ હતા તો પુરુષો એટલે મને પણ પસંદ નહોતું પરંતુ હું કરું તો શું કરું? કારણ કે જીવવા માટે પેટનો ખાડો પૂરવા માટે પૈસા તો જરૂર પડે. મેં ઘણી જગ્યાએ કામ પણ કર્યા છે, ઘરકામ કરવા પણ જતી હતી પરંતુ ત્યાં લોકોને દાનતથી ખૂબ જ કંટાળી આખરે મેં આ જોબ સ્વીકારી લીધી પરંતુ હું આજે તેનું રાજીનામું મુકીને આવી ગઈ છું.

સુધાએ કહ્યું : રીનાબહેન સ્ત્રી ધારે તે કરી શકે છે. તમે ધીરજ ગુમાવી દીધી હશે નહીંતર આપણી પાસે ભણતર તો છે પછી કોની જરૂર હોય. ધીમે ધીમે આપણે આગળ વધી શકીએ એવો કોઈ પણ ધંધો ન કરવું જોઈએ જેથી આપણા આત્માને ઠેસ પહોંચે. તમારું કામ ખરાબ નથી પરંતુ એટલું સારું પણ ન કહેવાય કારણ કે સ્ત્રીની જાત થઈને દરેક પુરુષો વચ્ચે ડાન્સ કરવો અને એમને આપેલું નાણું એ આપણા આત્માને સંતોષ બિલકુલ ન આપે પરંતુ હું સમજુ છું કે તમારી મજબૂરી હતી પરંતુ હું એ દલદલમાં નથી જવા માંગતી. હું મારી જાતે જ આવડતથી જ આગળ આવીશ.

રીનાએ કહ્યું : સુધા તું જાણે છે પરંતુ તને કહી દઉં કે આ દુનિયામાં સ્ત્રી એકલી રહેવું એ બહુ ખૂબ જ કઠિન ભર્યું કાર્ય છે અને નોકરી તો મળશે પરંતુ નોકરીમાં તારી પર નજર રાખવા વાળા ઘણા મળશે. તારે તારું અસ્તિત્વ છુપાવવું ખૂબ જ કઠિન લાગશે. તું ધારે છે એટલું જીવન સહેલું નથી અને ધારે છે એટલી જો પણ જલદીથી મળતી નથી. એકલી સ્ત્રી માટે એક પડકારરૂપ જીવન બની રહે છે. હું જાણું છું કે મેં મારા જીવનમાં કેટલા બધા પડકારોનો સામનો કર્યો છે.

સુધાએ કહ્યું : રીનાબેન હવે સાથે મળીને પડકારોનો સામનો કરીશું.

વધુ ભાગ આગળ/10
પ્રજાપતિ ભાનુબેન બી” સરિતા”

આ પણ વાંચો…લોકો શુ કહેશે…..? : ચૌધરી રશ્મીકા `રસુ´(Loko shu kaheshe)

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *