ghunghat

Why people forget Indian culture: ખરેખર લોકો જુની વિચારણા માથી બહાર આવ્યા છે કે પછી સગવડયો ધરમ અપનાવ્યો છે…?

Why people forget Indian culture: “કેમ મમ્મી અહી તો સમાજ નાં કેટલાં બધાં લોકો છે, તો એમનું તો માથે રાખવું પડે ને અને તમે મને ઘરે તો માથે રાખવાં કહો છો…….

Why people forget Indian culture: આજકાલ સમય બદલાયો છે, અને તેની સાથે જ બદલાયા છે રીતીરિવાજો, રહેણી-કરણી અને તેની જ સાથે લોકોનાં વિચારો. આજકાલ લોકો પોતાની રીતે રહેવાનું વધું પસંદ કરે છે. પહેલાંના સમય માં રૂઢિપ્રથાઓ, રીતીરિવાજોનું મહત્વ અત્યાર નાં સમય કરતાં વધું જોવાં મળતું હતું.જ્યારે આજ નાં ૨૧ મી સદીનાં લોકોમાં તેનો ખુબ અભાવ જોવાં મળે છે.

આજકાલ હું ઘણી જગ્યાએ જોઉં છું કે લોકો હવે જુની પ્રથાઓ ભુલીને પાશ્ચાત્ય સંસ્કૃતિ અપનાવી રહ્યાં છે, તો અમુક લોકો એવાં પણ જોવાં મળે છે કે જે પોતાની સંસ્કૃતિ, પ્રથાઓ છોડવાં માંગતાં નથી. તેઓ પોતાનાં તેજ રૂઢિચુસ્ત નિયમો નું પાલન કરીને જીવવાં માંગતાં હોય છે, ઘણી વખત તેનાં કારણે જ તેઓનાં ઘરમાં આ ઝગડાનું પણ મુળ બનતું હોય છે.

Why people forget Indian culture, Pooja shrimali

કારણ કે ઘરમાં દરેક વ્યક્તિ તેજ નિયમો માંનતાં હોય કે તેનું પાલન કરતાં હોય તેવું નથી હોતું. દરેક નાં પોતાનાં કંઈક અલગ વિચારો હોય છે, આજકાલ ઘણાં લોકો એવાં હોય છે જે પોતાનું જીવન પોતાની રીતે જ જીવવું પસંદ કરતાં હોય છે, અને આવી જ બાબતો આગળ જઈને ઘરની અંદર ઝઘડાંનું રૂપ ધારણ કરે છે અને છેવટે ઘણી વખત ઘરમાં ભાગ પાડવાં સુધીનો વારો આવી જતો હોય છે.

હું થોડા સમય પહેલાં એક લગ્નપ્રસંગ માં ગઈ હતી. ત્યાંની એક ઘટનાં આપ સૌ આગળ વ્યક્ત કરવાં હું ઈચ્છું છું. તે પ્રસંગ માં એક બેન તેમનાં છોકરાની વહું ને પોતાની સાથે લઈને આવ્યાં હતાં. ત્યાં તેમનાં સમાજનાં ઘણાં લોકો હતાં. તેમની વહુએ માથે ઓઢી રાખ્યું હતું. એટલે પેલાં બેને તેમની વહું ને કહ્યું, માથે નાં ઓઢીસ અહી ચાલશે. તેમની વહુંએ તેમને સવાલ કયોઁ, “કેમ મમ્મી અહી તો સમાજ નાં કેટલાં બધાં લોકો છે, તો એમનું તો માથે રાખવું પડે ને અને તમે મને ઘરે તો માથે રાખવાં કહો છો, તો અહીયાં કેમ માથે ઓઢેલું કઢાવો છો?” તે બહેન પછી કંઈ નહી બોલ્યાં. તેમની વહુંએ પછી તેનાં સાસુનાં કહેવાથી માથે ઓઢેલું કાઢી નાખ્યું. આ જોઈને મને પહેલાં તો બહું હસવાંનું આવ્યું, પણ પછી વિચાર પણ આવ્યો, કે તેમની વહુંએ જે સવાલ કયોઁ તે કેટલાંક અંશે સત્ય જ છે.

આજ નાં સમય માં ઘણાં લોકો બહાર બધાંને બતાવવાં માટે આવું જ કરતાં હોય છે. ખરેખર જોવા જઈએ તો અમુક લોકો આ વાત સાથે સહમત હશે, અને અમુક ને આ બાબતે ઘણાંખરાં એવાં પ્રશ્ર્નો પણં મન માં ઊભાં થતાં હશે. પણ એવાં પ્રશ્ર્નો મન માં ક્યાંક ઊભા થાય છે અને મન માં ને મન માં જ ક્યાંય ખોવાઈ પણ જાય છે. ઘણી વખત તો એવું પણ જોવાં મળે છે કે ઘણી છોકરીઓ કોઈકનાં ઘર ની વહું બની ગયાં પછી પોતાની મન ની વાત ઘરનાં લોકો આગળ મુકી જ નથી શકતી હોતી, અને જો હિમ્મત કરીને તે ઘર નાં લોકો આગળ જો પોતાનાં મન ની વાત મુકતી પણ હોય તો તેનો કોઈ અથઁ સરતો નથી. કોઈ તેની વાત ઉપર ખાસ એટલું ધ્યાન નથી આપતાં. તેવાં લોકો માટે એક પ્રશ્ર્ન છે, તેમની વહું ની જગ્યાએ જો તેમની પોતાની દીકરી હોત તો પણ તે લોકો શું તેની સાથે આવું જ કરતાં?

એમ તો બધાં આજનાં જમાના પ્રમાણે ચાલતાં શીખી ગયાં છે તો અમુક બાબતો પ્રત્યે કેમ તેઓ થોડું જતું નથી કરી શકતાં? આ વાત લોકો માટે ભલે નાની અમથી જ હશેં પરંતું વિચારવા જેવી છે. (આ લેખકનું પોતાના વિચાર છે.)

આ પણ વાંચો..Intjaar part-18: રીના કહ્યું; હું તને વાત કરીને શું કરું! હવે એ બધું મોડું થઈ ગયું છે

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *