Actress nishi singh death

Actress nishi singh death: ટીવી સિરિયલ ‘કુબૂલ હૈ’ અને ‘ઇશ્કબાઝ’ ફૅમ નિશી સિંહનું નિધન

Actress nishi singh death: 17 સપ્ટેમ્બરની રાત્રે તબિયત વધુ બગડી હતી અને ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને 18 સપ્ટેમ્બરના રોજ 3 વાગે નિધન થયું

મનોરંજન ડેસ્ક, 19 સપ્ટેમ્બરઃ Actress nishi singh death: ટીવી સિરિયલ ‘કુબૂલ હૈ’ અને ‘ઇશ્કબાઝ’ ફૅમ નિશી સિંહનું લાંબી બીમારી બાદ રવિવાર, 18 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું. નિશી છેલ્લાં ચાર વર્ષથી પેરાલિસિસનો ભોગ બન્યાં હતાં અને પથારીવશ હતાં. 17 સપ્ટેમ્બરની રાત્રે તબિયત વધુ બગડી હતી અને ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને 18 સપ્ટેમ્બરના રોજ 3 વાગે નિધન થયું હતું.

નિશીના પતિ સંજય સિંહે હાલમાં જ ‘ઇ ટાઇમ્સ’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘ફેબ્રુઆરી, 2020ના રોજ નિશીને બીજીવાર સ્ટ્રોક આવ્યો હતો. તે સમયે નિશીની તબિયત ઠીક થઈ રહી હતી. જોકે, આ વર્ષે મેમાં ફરી એકવાર તેને સ્ટ્રોક આવ્યો અને તબિયત લથડી હતી. તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી અને પછી રજા આપી દેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Mohali Viral Video case: હોસ્ટલમાં યુવતીઓના આપત્તિજનક વીડિયો બનાવવાના મામલે 3 લોકોની થઇ ધરપકડ- વાંચો શું છે મામલો?

છેલ્લાં થોડાં અઠવાડિયાથી ગળામાં ઇન્ફેક્શન હોવાથી તે જમી શકતી નહોતી, આથી અમે માત્ર જ્યૂસ આપવાનું શરૂ કર્યું હતું. નિધનના બે દિવસ પહેલાં એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ તેનો 50મો જન્મદિવસ હતો. તે વાત કરી શકતી નહોતી, પરંતુ ઘણી જ ખુશ દેખાતી હતી. મેં તેને તેના ફેવરિટ બેસનના લાડુ ખાવાનો આગ્રહ કર્યો હતો અને તેણે થોડોક જ ખાધો હતો.’

સંજય સિંહે ગળગળા સ્વરે કહ્યું હતું, ‘મારે 21 વર્ષીય દીકરો અને 18 વર્ષની દીકરી છે. મારી દીકરીએ માતાની સારવાર માટે અભ્યાસ છોડી દીધો હતો. તેણે બોર્ડ એક્ઝામ પણ આપી નહોતી.’

આ પણ વાંચોઃ Rain update for Navratri: નવરાત્રિમાં વરસાદને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહી- વાંચો વિગત

Gujarati banner 01