Mohali Viral Video case

Mohali Viral Video case: હોસ્ટલમાં યુવતીઓના આપત્તિજનક વીડિયો બનાવવાના મામલે 3 લોકોની થઇ ધરપકડ- વાંચો શું છે મામલો?

Mohali Viral Video case: હદ તો ત્યારે થઈ જ્યારે મોહાલીના એસએસપીએ એમ કહી દીધુ કે વિદ્યાર્થીઓ મજા લેવા માટે પ્રદર્શન કરી રહ્યા છે અને યુવતીઓ કમજોર હોય છે

નવી દિલ્હી, 19 સપ્ટેમ્બરઃ Mohali Viral Video case: મોહાલીની ચંડીગઢ યુનિવર્સિટી હોસ્ટલમાં યુવતીઓના આપત્તિજનક વીડિયો બનાવવાના મામલે પોલીસે સિમલાથી તે યુવકની પણ ધરપકડ કરી લીધી છે. જેને આરોપી યુવતી વીડિયો મોકલતી હતી. આ સાથે જ પોલીસે સિમલાથી જ એક અન્ય યુવકની પણ ધરપકડ કરી છે. પરંતુ આ મામલે હવે પોલીસની તપાસ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો આરોપ છે કે પોલીસ મામલાને દબાવવાની કોશિશ કરી રહી છે. આરોપ છે કે પોલીસ પીડિત યુવતીઓને કોઈને મળવા દેતી નથી. હદ તો ત્યારે થઈ જ્યારે મોહાલીના એસએસપીએ એમ કહી દીધુ કે વિદ્યાર્થીઓ મજા લેવા માટે પ્રદર્શન કરી રહ્યા છે અને યુવતીઓ કમજોર હોય છે. 

ચંડીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ પીડિત વિદ્યાર્થીનીઓ માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે. આટલા ગંભીર મુદ્દા પર પોતાના સાથીઓ સાથે ખભેથી ખભો મીલાવીને ઊભા છે. પરંતુ મોહાલીના એસપી ગ્રામીણ નવરીત વિર્કએ વિદ્યાર્થીઓના આ પ્રદર્શનને મજાક ગણાવી દીધુ. તેમના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ એન્જોયમેન્ટ માટે પ્રદર્શન કરી રહ્યા છે.

એસપીના આ નિવેદનથી તમે અંદાજો લગાવી શકો છો કે વિદ્યાર્થીઓની માંગણી પ્રત્યે પોલીસ કેટલી ગંભીર હશે. બીજી બાજુ વિદ્યાર્થીઓને પોલીસની વાતો અને ભરોસા પર વિશ્વાસ નથી. વિદ્યાર્થીઓ પોતાની માંગણી પર મક્કમ છે. તેમનો આરોપ છે કે પોલીસ અને યુનિવર્સિટી પ્રશાસન મામલાને દબાવવાની કોશિશ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Rain update for Navratri: નવરાત્રિમાં વરસાદને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહી- વાંચો વિગત

પીડિત યુવતીઓને મીડિયા સામે આવીને નિવેદન આપવા દેવામાં આવતી નથી. તેમને નજરકેદ કરાઈ છે. પરંતુ ચંડીગઢ યુનિવર્સિટીનું પ્રશાસનનું કહેવું છે કે કોઈ પણ વિદ્યાર્થી પર દબાણ નથી. ચંડીગઢ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ વેલફેર ડાયરેક્ટર અરવિંદર કાંગે કહ્યું કે અમે કોઈના ઉપર પ્રેશર બનાવી રહ્યા નથી. અમે એટલા માટે બધાને ઈનવાઈટ કર્યા છે જેથી કરીને તમે આવીને તેમની સાથે વાત કરી શકો. 

ચંડીગઢ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં બાથરૂમમાં 60 યુવતીઓના વીડિયો બનાવવાના આરોપનો મામલો ઉકેલાવવાની જગ્યાએ ગૂંચવાતો જાય છે. પોલીસનો દાવો છે કે યુનિવર્સિટીની કોઈ પણ વિદ્યાર્થીનીએ આત્મહત્યાની કોશિશ કરી નથી. પોલીસ આ પ્રદર્શન દરમિયાન ગરમીના કારણે વિદ્યાર્થીનીઓના બેહોશ થવાને મામૂલી ઘટના ગણાવી રહી છે. પરંતુ યુનિવર્સિટીના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે વીડિત વિદ્યાર્થીનીઓ પર દબાણ સર્જીને નિવેદન બદલવાનું કહેવાયું છે. 

ઉલ્લેખનીય છે કે, પહેલી ધરપકડ ચંડીગઢ યુનિવર્સિટીની આરોપી વિદ્યાર્થીનીની થઈ છે જ્યારે બીજી ધરપકડ સિમલાના રોહડથી 23 વર્ષના સની મહેતાની થઈ છે. જે એક બેકરીમાં કામ કરે છે. આરોપી વિદ્યાર્થીની પણ સિમલાના રોહડની રહીશ છે. ત્રીજી ધરપકડ સિમલામાં ઢલીથી 31 વર્ષના રંકજ વર્માની થઈ છે. જે ટુર એન્ડ ટ્રાવેલ એજન્સીમાં કામ કરે છે. 

સોશિયલ મીડિયા પર જે યુવકની તસવીર વાયરલ થઈ રહી છે તે હકીકતમાં રંકજ વર્મા છે. આ બધા વચ્ચે આરોપી યુવતી અને તેના મિત્રની ચેટ પણ સામે આવી છે. ચેટમાં વીડિયો મોકલવાનો પણ ઉલ્લેખ કરાયો છે. સિમલાથી ધરપકડ આરોપીઓને પંજાબ પોલીસને સોંપી દેવાયા છે.

આ પણ વાંચોઃ Sale of garba: જામનગરના મહિલા બાળપણની કળાનો ઉપયોગ કરી ગરબાના વેચાણ થકી બન્યા આત્મનિર્ભર

Gujarati banner 01