Drishyam 2 movie

Drishyam 2 movie earnings: અજય દેવગનની ‘દ્રશ્યમ 2’નો ત્રીજા વીકેન્ડમાં પણ દબદબો, બૉક્સ ઓફિસ પર મચાવી ધમાલ રહી

Drishyam 2 movie earnings: સુપરસ્ટાર અજય દેવગન અને તબ્બૂની આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મએ 10.39 કરોડનો બિઝનેસ કર્યો: રિપોર્ટ

મનોરંજન ડેસ્ક, 05 ડીસેમ્બર: Drishyam 2 movie earnings: રિલીઝના ત્રીજા હપ્તામાં ‘દ્રશ્યમ 2’ની ધમાકેદાર એન્ટ્રી થઇ ચૂકી છે. જે રીતે બે સપ્તાહમાં ફિલ્મએ કમાણી કરી છે, તેને જોતા લાગે છે કે, ફિલ્મનો ક્રેઝ પણ દર્શકો પરથી ઉતર્યો નથી. સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘દ્રશ્યમ 2’ અત્યારે બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે.

સુપરસ્ટાર અજય દેવગનની ‘દ્રશ્યમ 2’નો રવિવારે બૉક્સ ઓફિસ પર 17માં દિવસ કમાલનો રહ્યો. તેને જબરદસ્ત કલેક્શન કર્યુ છે. રિપોર્ટ અનુસાર, સુપરસ્ટાર અજય દેવગન અને તબ્બૂની આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મએ 10.39 કરોડનો બિઝનેસ કર્યો છે. આ ધમાકેદાર કલેક્શનની સાથે ‘દ્રશ્યમ 2’એ 200 કરોડના ક્લબમાં સામેલ થવા માટે એક કદમ આગળ વધી છે. ત્રીજા અઠવાડિયામાં જલદી ‘દ્રશ્યમ 2’ 200 કરોડના ક્લબમાં સામેલ થઇ જશે.

ડાયરેક્ટર અભિષેક પાઠકના નિર્દેશનમાં બનેલી ફિલ્મ બૉક્સ ઓફિસ પર દબદબો બનાવવામાં સફળ રહી છે. ફિલ્મએ ત્રીજા વીકેન્ડમાં પણ તાબડતોડ કમાણી કરી રહી છે. હાલમાં આ ફિલ્મ બ્લૉકબસ્ટર બની ગઇ છે. ‘દ્રશ્યમ 2’માં અજય દેવગન, તબ્બુ, શ્રિયા સરન ઉપરાંત અક્ષય ખન્ના, ઈશિતા દત્તા, મૃણાલ જાધવ, રજત કપૂર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક પાઠકે કર્યું છે. તેનું નિર્માણ ભૂષણ કુમારે કર્યું છે. આ ફિલ્મ 2013માં આવેલી સાઉથ ફિલ્મ દ્રષ્ટિમની રિમેક છે.

આ પણ વાંચો: Lalu kidney transplant surgery successful: લાલુ અને પુત્રી રોહિણીનું કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળ, વાંચો…

Gujarati banner 01