Kanti kharadi

Kanti Kharadi kidnapping case: દાંતા વિધાનસભા બેઠક ના કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર કાંતિ ખરાડી ના અપહરણ મામલે મોટો ખુલાસો

  • કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ના અપહરણ ની બાબત ને નકારતા જિલ્લા પોલીસ વડા

Kanti Kharadi kidnapping case: હડાદ પોલીસ સ્ટેશને બંને પક્ષે ક્રોસ પોલીસ ફરિયાદ દાખલ થતાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા એ ઘટના સ્થળ ની લીધી મુલાકાત

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 05 ડીસેમ્બર: Kanti Kharadi kidnapping case: દાંતા તાલુકા ના બમોદ્રા ને બોરડીયાળા વચ્ચે ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવારો ની ગાડી અથડાવાની ઘટના બની હતી જેને લઈ સોશ્યિલ મીડિયા માં દાંતા બેઠક ના કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર કાંતિ ખરાડી ના અપહરણ થયા હોવાની બાબતો ને મોટું રૂપ આપવામાં આવ્યું હતું ને જેને લઈ કોંગ્રેસ પાર્ટી ના અનેક રાજકીય ને રાષ્ટ્રીય નેતાઓ એ પણ આ બાબતે અનેક સવાલો ઉભા કર્યા હતા પણ આજે આ બંને કોંગ્રેસ અને ભાજપ પાર્ટી ના ઉમેદવારો દ્વારા સમગ્ર ઘટના ને લઈ સામસામે ક્રોસ ફરિયાદ નોંધાવાઇ હતી.

આ ફરિયાદ માં બંને પક્ષે અપહરણ નો કોઈ પણ જગ્યા એ ઉલ્લેખ ન કરાયા હોવાની બાબત ને લઈ જિલ્લા પોલીસવડા એ હકીકત સામે ધરી હતી ને આ સમગ્ર ઘટના બંને પાર્ટી ના વાહનો અથડાતા વાહનો માં બેઠેલા લોકો એ સામસામે હુમલો કર્યો હતો ને અપહરણ ની બાબત ને સ્પષ્ટ પણે નકારી હતી છતાં જિલ્લા પોલીસ વડા એ બંને પક્ષ ની નીસપક્ષ તપાસ કરાવવા FSL ની મદદ લઇ ને તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં જે પણ કસૂરવાર હશે તેની સામે સખ્ત કાર્યવાહી કરવા જણાવ્યું હતું

એટલુંજ નહીં કોંગ્રેસ ના ઉમેદવાર કાંતિભાઈ ખરાડી દ્વારા પ્રોટેક્શન ની માંગ કરાઈ હોવા બાબતે ઉભા થયેલા સવાલો અંગે બોલતા જણાવ્યું હતું કે કાંતિ ખરાડી એ ગઈકાલ તારીખ 04 ડિસેમ્બરે પોતાને તારીખ 05 ડિસેમ્બરે મતદાન ના દિવસે પ્રોટેક્શન ની જરૂરત હોવાની માંગ કરતા એક પોલીસ ની ફાળવણી કરી દેવાઈ હતી અને અન્ય પણ વધુ જરૂરિયાત હોય તો વધુ પ્રોટેક્શન માંગી શકે છે તેવીઅક્ષયરાજ મકવાણા (જિલ્લા પોલીસ વડા) બનાસકાંઠાએ હિમાયત કરી હતી

આ પણ વાંચો: Drishyam 2 movie earnings: અજય દેવગનની ‘દ્રશ્યમ 2’નો ત્રીજા વીકેન્ડમાં પણ દબદબો, બૉક્સ ઓફિસ પર મચાવી ધમાલ રહી

Gujarati banner 01