impact on Shah Rukhs work

impact on Shah Rukh’s work: આર્યનની ધરપકડ બાદ શાહરૂખ ખાનને થયુ કરોડોનું નુકશાન, આ એજ્યુકેશન એપએ કરાર અટકાવ્યો- વાંચો વિગત

impact on Shah Rukh’s work: શાહરૂખ સાથે જોડાયેલ તમામ પ્રમોશન હાલ રોકી દેવામાં આવ્યા છે. તેને એટલા માટે રોકી દેવામાં આવી કારણ કે, શિક્ષણ સાથે જોડાયેલા આ ક્ષેત્રમાં કામ કરતી કંપની વિવાદ બાદ તેની સાથે પ્રમોશન જોવા નથી માગતા

બોલિવુડ ડેસ્ક,10 ઓક્ટોબરઃ impact on Shah Rukh’s work: મુંબઈમાં ડ્રગ મામલામાં પોતાના દિકરા આર્યન ખાનની ધરપકડ બાદ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની સામે મોટી મુશ્કેલીઓ આવી રહી છે. ખબર આવી રહી છે કે, આર્યનની ધરપકડ બાદ એક મોટી બ્રાન્ડે SRKની સાથે પોતાનો સંબંધ કાપી નાખ્યો છે. ખબર છે કે, બ્રાન્ડે છેલ્લા કેટલાય દિવસથી શાહરૂખ ખાનને પોતાની જાહેરાતમાં એડવાંસ પેમેન્ટ આપ્યા બાદ પણ તેને બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. જે SRK માટે સૌથી મોટા પ્રોજેક્ટ માનો એક હતો

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ મામલાના જાણકાર લોકોએ કહ્યુ છે કે, એડટેક સ્ટાર્ટઅપ છેલ્લા કેટલાય દિવસથી ટ્વિટર જેવા સો. મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ટ્રોલનો સામનો કર્યા બાદ એડવાંસ બુકીંગ હોવા છતાં પણ શાહરૂખ ખાનની જાહેરાતો (impact on Shah Rukh’s work)પાછી લઈ રહ્યા છે. ખબરોની માનીએ તો, સંપર્ક કરવા પર બાયજૂના પ્રવક્તાએ આ મામલે કોઈ ટિપ્પણી કરવાથી ઈન્કાર કરી દીધો હતો

આ પણ વાંચોઃ Russian plane crash: રશિયામાં 23 મુસાફરોથી ભરેલુ પ્લેન ક્રેશ થયું દુર્ઘટનામાં 16 લોકોના થયા મોત, 7ને બચાવી લેવાયા

આ મામલાના જાણકાર લોકોએ બતાવ્યુ હતું કે, બાયઝૂ સાથે શાહરૂખ ખાનની ડીલ 3-4 કરોડ રૂપિયાની વાર્ષિક ફી નક્કી કરવામાં આવી હતી. શાહરૂખ ખાન 2017થી આ કંપનીનો બ્રાંડ એમ્બેસડર છે અને તેના જોડાયા બાદ કંપનીએ ખાસ્સી ગ્રોથ કરી હતી. તેણે કહ્યુ કે, શાહરૂખ સાથે જોડાયેલ તમામ પ્રમોશન હાલ રોકી દેવામાં આવ્યા છે. તેને એટલા માટે રોકી દેવામાં આવી કારણ કે, શિક્ષણ સાથે જોડાયેલા આ ક્ષેત્રમાં કામ કરતી કંપની વિવાદ બાદ તેની સાથે પ્રમોશન જોવા નથી માગતા. એ સ્પષ્ટ નથી કે, બાયજૂએ શાહરુખ ખાનને બ્રાન્ડ એમ્બેસડર તરીકે હટાવાનાો નિર્ણય લીધો છે કે નહીં

ક્રિએટિવ એડ એજન્સી એફસીબી ઈંડિયાના ગ્રુપ ચેરમેન રોહિત ઓહરીએ કહ્યુ કે, હાલના વિવાદની વચ્ચે બાયઝૂએ પોતાના બ્રાન્ડને બચાવાની કોશિશ કરી રહ્યુ છે. પણ સેલિબ્રિટી જાહેરાત હંમેશા જોખમ સાથે આવે છે. સો. મીડિયાના આ જમાનામાં જોખમ ખૂબ વધી ગયું છે. ઉદા. નાઈકે ટાઈગર વુડ્સને નથી છોડ્યો, અને વાસ્તવમાં ગોલ્ફરની આસપાસ વિશાળ વિવાદ છતાં પણ વાપસીનું અભિયાન ચલાવ્યું

Whatsapp Join Banner Guj