green card

US Green card for indian: અમેરિકા જવા માગતા હજારો ભારતીય માટે ગ્રીન કાર્ડ આપવાની પ્રક્રિયા ઝડપી બનાવશે બાઈડેન- વાંચો વિગત

US Green card for indian: અમેરિકાની સિટિઝન અને ઈમિગ્રેશન સર્વિસની ઢીલના કારણે 83 હજાર જેટલા ગ્રીનકાર્ડ ફાજલ થઈ જાય એવી પણ દહેશત છે

નવી દિલ્હી, 10 ઓક્ટોબરઃUS Green card for indian: ગ્રીનકાર્ડની વર્ષોથી રાહ જોઈ રહેલાં ભારતીય નાગરિકોને રાહત થાય એવું નિવેદન વ્હાઈટ હાઉસે આપ્યું છે. વ્હાઈટ હાઉસના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે પ્રમુખ જો બાઈડેન ગ્રીનકાર્ડની પ્રક્રિયા ઝડપી બનાવવાની દિશામાં ગંભીર છે અને ટૂંક સમયમાં મહત્વનો નિર્ણય લેશે.

વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ગ્રીનકાર્ડ આપવામાં અત્યારે જે અવરોધો આવી રહ્યા છે તે નિવારવા માટે પ્રમુખ બાઈડેન પગલાં ભરશે. પ્રમુખ બાઈડેન ગ્રીનકાર્ડની સિસ્ટમ ઝડપી બનાવવા કટિબદ્ધ છે. બાઈડેન ગ્રીનકાર્ડની સિસ્ટમ ઝડપી બનાવશે તો હજારો ભારતીયોને ફાયદો થશે. અસંખ્ય ભારતીયો વર્ષોથી ગ્રીનકાર્ડની રાહમાં છે.

આ પણ વાંચોઃ impact on Shah Rukh’s work: આર્યનની ધરપકડ બાદ શાહરૂખ ખાનને થયુ કરોડોનું નુકશાન, આ એજ્યુકેશન એપએ કરાર અટકાવ્યો- વાંચો વિગત

અત્યારે અમેરિકાની સિસ્ટમ એવી છે કે એક દેશના નાગરિકોને એક વર્ષમાં વધુમાં વધુ સાત ટકા ગ્રીનકાર્ડ મળે છે. એટલે કે ભારતીય મૂળના જેટલા નાગરિકો ગ્રીનકાર્ડની રાહમાં હોય એમાંથી સાત ટકાનો વારો આવે છે. બાકીનાને ફરીથી રાહ જોવી પડે છે. એ સિસ્ટમને બદલે ક્વોટા સિસ્ટમ બંધ કરીને નવી પદ્ધતિ લાગુ કરવા માટે પણ અમેરિકન સંસદમાં બિલ રજૂ થયું હતું.

એ બિલ આગામી સમયમાં મંજૂર થઈ જશે તો અસંખ્ય ભારતીય નાગરિકોનો ગ્રીનકાર્ડ મેળવવાનો વર્ષોનો ઈન્તઝાર ખતમ થશે. અમેરિકાની સિટિઝન અને ઈમિગ્રેશન સર્વિસની ઢીલના કારણે 83 હજાર જેટલા ગ્રીનકાર્ડ ફાજલ થઈ જાય એવી પણ દહેશત છે. એ અંગે પણ વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરીને સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં યોગ્ય પગલાં ભરશે.

આ પણ વાંચોઃ Russian plane crash: રશિયામાં 23 મુસાફરોથી ભરેલુ પ્લેન ક્રેશ થયું દુર્ઘટનામાં 16 લોકોના થયા મોત, 7ને બચાવી લેવાયા

Whatsapp Join Banner Guj