Munmun Dutta Share Post: TMKOCના ટપુ સાથે બબીતાજીની સગાઈ ખબરો વચ્ચે અભિનેત્રીએ કર્યો ખુલાસો, જાણો શું કહ્યું?
Munmun Dutta Share Post: મુનમુને કહ્યું, ‘હું વારંવાર આવા સમાચારો પર મારી એનર્જી વેડફવા માગતી નથી.’
મનોરંજન ડેસ્ક, 14 માર્ચઃ Munmun Dutta Share Post: છેલ્લા બે દિવસથી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતા જીનું પાત્ર ભજવીને પોતાનું નામ બનાવનાર અભિનેત્રી બબીતાજીએ સગાઈ કરી લીધી છે. તેનાથી પણ વધુ ચોંકાવનારી બાબત એ હતી કે એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેણીની સગાઈ તેના કરતા નવ વર્ષ નાના અભિનેતા રાજ અનડકટ સાથે થઈ હતી, જેણે તે જ સિરિયલમાં ટપુની ભૂમિકા ભજવી હતી.
મુનમુન દત્તાએ પોતે આગળ આવીને આ અફવાઓનું ખંડન કરવું પડ્યું. મુનમુન દત્તા હાલમાં ન્યૂયોર્કમાં છે અને તેનું શ્રેષ્ઠ જીવન જીવે છે. તેણે ત્યાં એક ફોટોશૂટ કરાવ્યું, જેના ફોટા તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા. જો કે, આ પોસ્ટ પર યુઝર્સ તેની સગાઈ, ટપુ અને જેઠાલાલ એટલે કે દિલીપ જોશી વિશે પણ વાત કરી રહ્યા છે.
36 વર્ષની મુનમુન દત્તાએ ન્યૂયોર્કના બ્રુકલિન બ્રિજ પર ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસવીર શેર કરતી વખતે, તેણે કેપ્શનમાં લખ્યું, ‘હું મારું શ્રેષ્ઠ જીવન જીવી રહી છું.
આ પણ વાંચોઃ Tiktok Ban in US: ભારતની જેમ અમેરિકા પણ લગાવશે ટિકટોક પર પ્રતિબંધ, સંસદમાં પ્રસ્તાવને મળી મંજૂરી- વાંચો વિગત
મુનમુને સગાઈની અફવા માટે પુષ્ટિ કરી છે કે, આ સમાચાર માત્ર અફવાઓ છે. તેણે તેને હાસ્યાસ્પદ અને નકલી ગણાવ્યા અને કહ્યું કે તેમાં બિલકુલ સત્ય નથી. તેણીએ કહ્યું, ‘હું વારંવાર આવા સમાચારો પર મારી એનર્જી વેડફવા માગતી નથી.’
