Tiktok Ban in US

Tiktok Ban in US: ભારતની જેમ અમેરિકા પણ લગાવશે ટિકટોક પર પ્રતિબંધ, સંસદમાં પ્રસ્તાવને મળી મંજૂરી- વાંચો વિગત

Tiktok Ban in US: ટિકટોકને અમેરિકામાં કાર્યરત રહેવું હશે, તો ચીનની કંપનીની માલિકીથી અલગ થવું પડશે

વોશિંગ્ટન, 14 માર્ચઃ Tiktok Ban in US: અમેરિકાની સંસદમાં ટિકટોકને પ્રતિબંધિ કરવાના પ્રસ્તાવને ભારે બહુમતીથી પસાર કરાયો છે. આ મામલે ડેમોક્રેટિક અને રિપબ્લિકન એમ બંને પાર્ટીના મોટા ભાગના સાંસદો એકમત હતા. આ પ્રતિબંધ મુકવાના પ્રસ્તાવની તરફેણમાં 352 અને વિરોધમાં માત્ર 65 મત પડ્યા હતા.

આ પણ વાંચોઃ Mumbai Wins Ranji Trophy 2024 : રણજી ટ્રોફીમાં મુંબઈ 42મી વખત ચેમ્પિયન, મુશીર-અય્યરે કરી શાનદાર બેટિંગ

અમેરિકન સંસદની આ કાર્યવાહીથી ચીનના હોશ ઉડી જવા સ્વાભાવિક છે. આ નિર્ણયના કારણે ટિકટોકને અમેરિકામાં કાર્યરત રહેવું હશે, તો ચીનની કંપનીની માલિકીથી અલગ થવું પડશે અથવા તો અમેરિકામાં પ્રતિબંધ માટે તૈયાર રહેવું પડશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો