6 Days Ropeway will be Closed Pavagadh

6 Days Ropeway will be Closed Pavagadh: પાવાગઢમાં 6 દિવસ રોપ વે સેવા બંધ રહેશે, જાણી લો આ છે તારીખ- વાંચો વિગત

6 Days Ropeway will be Closed Pavagadh: 18 માર્ચથી મેઇન્ટેનન્સ માટે રોપ વે સેવા 6 દિવસ માટે બંધ કરવામાં આવશે

પાવાગઢ, 14 માર્ચઃ 6 Days Ropeway will be Closed Pavagadh: યાત્રાધામ પાવાગઢમાં છ દિવસ રોપ વે સેવા બંધ રહેશે. જેને કારણે ભક્તોએ માતાજીના દર્શન માટે ડૂંગર પર પદયાત્રા કરી જવું પડશે.  મેન્ટેનન્સના કારણે પાવાગઢ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે. મેઇન્ટેનન્સ માટે 18 થી 23 માર્ચ સુધી રોપવે બંધ રહેશે. કુલ 6 દિવસ રોપ વે સેવા બંધ રહેશે. ત્યારબાદ 24 માર્ચથી રોપ વે સુવિધા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Munmun Dutta Share Post: TMKOCના ટપુ સાથે બબીતાજીની સગાઈ ખબરો વચ્ચે અભિનેત્રીએ કર્યો ખુલાસો, જાણો શું કહ્યું?

પાવાગઢ ડુંગર ઉપર ચાલતા રોપ વે નિયમ અનુસાર વાર્ષિક  મેન્ટેનન્સના કામગીરી કરવામાં આવે છે. જેને લઇ મેન્ટેનન્સ કામગીરી દરમિયાન દર્શનાર્થીઓને મંદિર સુધી પહોંચવા માટે પગપાળા જવાનું રહેશે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે માતાજીનું શક્તિપીઠ આવેલું છે. હાલમાં પાવાગઢ ખાતે યાત્રાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો