Akasa Air News: અકાસા એરની ઉડાન મુશ્કેલીમાં, વાંચો હવે શું થયું…
Akasa Air News: 43 પાયલટોના એકાએક રાજીનામા બાદ અનેક ફ્લાઈટો થઈ શકે છે રદ્દ
બિજનેસ ડેસ્ક, 20 સપ્ટેમ્બરઃ Akasa Air News: 43 પાયલટોના રાજીનામા બાદ અકાસા એર મુશ્કેલીમાં છે. તેણે પોતાનું ઓપરેશન બંધ કરવું પડી શકે છે. પાયલોટ્સના અચાનક રાજીનામાના કારણે કંપનીએ સપ્ટેમ્બરમાં દરરોજ 24 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. એરલાઈને દિલ્હી હાઈકોર્ટમાં આ જાણકારી આપી.
એરલાઈનના વકીલે જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાને કહ્યું, ‘પાયલટોએ ફરજિયાત નોટિસ પીરિયડ પૂરો ન કર્યો હોવાથી અકાસા એરને દરરોજ અનેક ફ્લાઈટ્સ કેન્સલ કરવાની ફરજ પડી હતી. પ્રથમ અધિકારીઓ માટે નોટિસનો સમયગાળો 6 મહિના અને કેપ્ટન માટે 1 વર્ષ છે.
એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પાયલોટ્સ અકાસા એરની હરીફ એરલાઇનમાં જોડાયા છે. તેણે એમ પણ કહ્યું હતું કે અકાસા એરના એક અધિકારીએ હરીફ જૂથને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી હતી અને તેને અનૈતિક ગણાવ્યું હતું.
અકાસા દરરોજ 120 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. આ મહિને 600-700 ફ્લાઈટ્સ રદ થઈ શકે છે. ઓગસ્ટમાં પણ તેને 700 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. એરલાઈને કોર્ટને વિનંતી કરી છે કે એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને ફરજિયાત નોટિસ પિરિયડ નિયમો લાગુ કરવાની સત્તા આપે.
આ પણ વાંચો… Khalistan Violence Update: કેનેડામાં રહેતા ભારતીયો-વિદ્યાર્થીઓ માટે ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો