S jaishankar

Khalistan Violence Update: કેનેડામાં રહેતા ભારતીયો-વિદ્યાર્થીઓ માટે ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી

Khalistan Violence Update: સરકારે એડવાઈઝરીમાં કહ્યું છે કે, કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ અને હેટ ક્રાઈમને ધ્યાનમાં રાખતા તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, ત્યાં યાત્રા કરતા ખાસ સાવધાની રાખવી

નવી દિલ્હી, 20 સપ્ટેમ્બરઃ Khalistan Violence Update: કેનેડા સાથે તણાવની વચ્ચે ભારતે વળતો જવાબ આપ્યો છે. કેનેડાને એવા જ શબ્દોમાં જવાબ આપતા ભારતે પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. ભારતીય નાગરિકો અને કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેનેડાના એ વિસ્તારમાં જતાં સાવધાન રહેવાની સલાહ આપી છે, જ્યાં હાલમાં ભારતીયો વિરુદ્ધ હિંસક ઘટનાઓ થઈ છે.

સરકારે પોતાની એડવાઈઝરીમાં કહ્યું છે કે, કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ અને હેટ ક્રાઈમને ધ્યાનમાં રાખતા તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, ત્યાં યાત્રા કરતા ખાસ સાવધાની રાખવી. હાલમાં એન્ટી ઈંડિયા એજન્ડાનો વિરોધ કરનારા કેટલાય ભારતીય રાજદ્વારી અને ભારતીય સમુદાયના લોકો વિરુદ્ધ હિંસક ઘટનાઓ થઈ છે. 

વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેનેડામાં રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયના લોકો પર હુમલાની ઘટનાઓ બની છે, જેમણે ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કર્યો હતો. તેથી ભારતીય લોકોને સલાહ આપવામાં આવે છે કે જ્યાં આવી ઘટનાઓ બની હોય તેવા સ્થળોની મુલાકાત લેવાનું ટાળો.

આટલું જ નહીં, મંત્રાલયે કહ્યું કે, કેનેડામાં અમારા હાઈ કમિશન અને કોન્સ્યુલેટ ઓફિસો ભારતીય નાગરિકોની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા તેમના સંપર્કમાં રહેશે.

કેનેડાની સરકારે પણ કેનેડિયનો માટે એડવાઇઝરી જાહેર કરી

નિજ્જરની હત્યા પર કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ વિવાદ વધી રહ્યો છે. મળતી માહિતી મુજબ કેનેડાની સરકારે ભારતની યાત્રા કરનારા માટે નવી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે.

એડવાઈઝરીમાં કેનેડિયનોને સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં મુસાફરી કરવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. ભારત સરકાર પર કેનેડાના આરોપોને લઈને બંને દેશો વચ્ચે સંઘર્ષ વધ્યો હતો.

આ પણ વાંચો… Gold Seized From Ahmedabad Airport: ડીઆરઆઈની મોટી કાર્યવાહી, 3 પેસેન્જરો પાસેથી આટલા લાખનું સોનું પકડાયું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો