Banner

Decoding ETF Perceptions: ટિયર-2 નગરોએ ઈટીએફમાં વધુ રસ દર્શાવ્યો

Decoding ETF Perceptions: 60% ઉત્તરદાતાઓને ઈટીએફ વિશે સારી સમજ છે

મુંબઈ, 05 ડિસેમ્બર: Decoding ETF Perceptions: ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ જેણે ભારતમાં અનેક નવીન ઈટીએફ રજૂ કર્યા છે, તેણે ઈટીએફ વિશે ભારતીય ગ્રાહકોની ધારણાઓને સમજવા માટે એક અનોખા પ્રકારનો પ્રથમ અભ્યાસ હાથ ધર્યો છે.

“ડીકોડિંગ ઈટીએફ પરસેપ્શન્સ” શીર્ષક હેઠળનો આ સર્વે 15 શહેરોમાં ફેલાયેલા 2109 રોકાણકારોમાં હાથ ધરવામાં આવ્યો હતો જેમાં મેટ્રો તેમજ ટિયર 2 નગરોનો સમાવેશ થાય છે, જેમાં રસપ્રદ તારણો બહાર આવ્યા છે જેનો ઉપયોગ ભારતમાં ઈટીએફ માટે માર્કેટમાં વધુ પ્રસાર કરવા માટે થઈ શકે છે.

મિરે એસેટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ વતી વિશ્વ વિખ્યાત પબ્લિક ઓપિનિયન અને ડેટા કંપની YouGov India દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેમાં રસપ્રદ તારણો છે, જ્યાં તેઓ ટિયર 2 શહેરોમાં વધુ લોકપ્રિય હોવાનું જણાય છે અને 36-45 વય જૂથના રોકાણકારોમાં એકંદરે લોકપ્રિય છે.

60%થી વધુ ઉત્તરદાતાઓએ દાવો કર્યો હતો કે તેઓ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ દ્વારા ઓફર કરવામાં આવતી ઈટીએફ પ્રોડક્ટ્સ વિશે સારી સમજ ધરાવે છે. વિવિધ માર્કેટ કેપ પ્રોડક્ટ્સમાં, લાર્જ કેપ અને મિડ કેપ આધારિત ઈટીએફની લોકપ્રિયતા માલિકો અને ઇચ્છુકોમાં વધુ છે અને તેમાંના મોટાભાગના 1-3 વર્ષની ક્ષિતિજ સાથે રોકાણ કરવાનું પસંદ કરે છે.

બજારના વળતરની અપેક્ષા અને એક્ટિવ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે આઉટપરફોર્મન્સ તેમના માટે ઇટીએફમાં રોકાણ કરવાના મુખ્ય હેતુઓ પૈકીનું એક હોવાનું સર્વેમાં જાણવા મળ્યું છે. મોટાભાગના રોકાણકારો કે જેઓ ઈટીએફ પસંદ કરે છે તેઓ સમજદાર હોય છે અને તેમના રોકાણ માટે ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે અને મોટાભાગે પર્સનલ ફાઇનાન્સ વેબસાઇટ્સ પર આધાર રાખે છે ત્યારે ઓટીટી પ્લેટફોર્મ્સમાં YouTube એક મુખ્ય પ્રભાવી પરિબળ તરીકે જોવા મળે છે.

તરલતા, બજારની ગતિ અને નવીન પ્રોડક્ટ્સ એ મુખ્ય પરિબળો છે જે ઈટીએફ બજારને આગળ ધપાવે છે જ્યારે છુપાયેલા જોખમો અને સંબંધિત જ્ઞાનનો અભાવ એ મુખ્ય અવરોધો છે જેને ઉદ્યોગે સંબોધવાની જરૂર છે, એમ સર્વેક્ષણના તારણો દર્શાવે છે.

સર્વેના તારણો પર ટિપ્પણી કરતા, મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના વાઇસ ચેરમેન અને સીઇઓ સ્વરૂપ મોહંતીએ જણાવ્યું હતું કે, “ઈટીએફમાં તેના ઉત્તમ વૈશ્વિક ટ્રેક રેકોર્ડ સાથે મિરે એસેટ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીય રોકાણકારોને નવીન રોકાણનો અનુભવ લાવવામાં મોખરે છે.

આ અહેવાલમાંથી શીખવાથી માત્ર ઈટીએફમાં રોકાણ કરનારા રોકાણકારોની મૂલ્યવાન આંતરદ્રષ્ટિ જ નહીં પરંતુ ઇટીએફ પ્રદાતાઓ પાસેથી ઇચ્છુકો શું ઇચ્છે છે તે પણ જાણવા મળશે. આમ, આ સર્વે ભારતમાં ઈટીએફ ઉદ્યોગને એકંદરે લાભ આપી શકે છે.”

YouGovના મેના અને ઈન્ડિયાના જનરલ મેનેજર દીપા ભાટિયાએ જણાવ્યું હતું કે “અમે ઈટીએફ વિશે ભારતીય ગ્રાહકોની ધારણાઓને સમજવા માટે પોતાના પ્રકારના પ્રથમ અભ્યાસ માટે મિરે એસેટ સાથે સહયોગ કરવામાં આનંદ અનુભવીએ છીએ. ડેટા બતાવે છે તેમ, ઈટીએફ અંગે વધુ જાગૃતિ કેળવવાની જરૂર છે, ખાસ કરીને તેની ઇચ્છા રાખનારાઓમાં.

ટિયર-2 શહેરો કેટેગરી માટે સારી સંભાવના દર્શાવે છે અને યોગ્ય નાણાંકીય જ્ઞાન સાથે આ તકનો ઉપયોગ રોકાણના સાધન તરીકે ઈટીએફના વિકાસને વેગ આપવા માટે કરી શકાય છે.”

“ભારતીય મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોમાં તેમની પારદર્શિતા તેમજ બજારની ગતિ માટે ઈટીએફ ઝડપથી લોકપ્રિય રોકાણ સાધનો તરીકે ઉભરી રહ્યાં છે. એ નોંધવું આનંદદાયક છે કે નાના શહેરો પણ ઈટીએફ રોકાણ હબ તરીકે ઉભરી રહ્યા છે જે એકંદર બજાર માટે સારી નિશાની છે”, એમ મોહંતીએ ઉમેર્યું.

આ પણ વાંચો… MoU Between Guj Govt & Airport Authority of India: ગુજરાત સરકાર-એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે ગાંધીનગરમાં MoU સંપન્ન થયા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો