Rahul Gandhi 1

Rahul Gandhi Foreign Tour: INDIA ગઠબંધનમાં ઉથલપાથલ અને વિદેશ પ્રવાસે ઉપડ્યા રાહુલ ગાંધી, ઉભા થયા ઘણા સવાલો

Rahul Gandhi Foreign Tour: રાહુલ ગાંધીનો દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોનો પ્રવાસ 8 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો

નવી દિલ્હી, 07 ડિસેમ્બરઃ Rahul Gandhi Foreign Tour: 3 દિવસ પહેલા જાહેર થયેલા 4 રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ પાર્ટીને છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. દરમિયાન સંસદનું શિયાળુ સત્ર પણ એક દિવસ પહેલા શરૂ થઈ ગયું છે. I.N.D.I.A ગઠબંધનમાં પણ એક પછી એક પાર્ટી પક્ષો મહાગઠબંધનની સૂચિત બેઠકમાંથી દૂર જઈ રહ્યા છે. આ બધામાં રાહુલ ગાંધી ફરી એકવાર કોંગ્રેસ પાર્ટી છોડીને વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે.

રાહુલ ગાંધીનો પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે 3 રાજ્યમાં કોંગ્રેસને કારમી હાર મળી છે અને સંસદનું શિયાળુ સત્ર પણ ચાલી રહ્યુ છે. ત્યારે ઘણા કોંગ્રેસ નેતા અને ‘ઈન્ડિયા’ ગઠબંધનના સાથી રાહુલ ગાંધીના આ પ્રવાસ પર સવાલો પણ ઉઠાવી રહ્યા છે.

સવાલો ઉઠી રહ્યા છે કે જે સમયે રાહુલ ગાંધીને અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ અને કમલનાથની સામે કાર્યવાહી કરવામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેનો સાથ આપવો જોઈએ. ત્યારે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ પર નીકળી રહ્યા છે. સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે આ 3 જ નેતાઓના કારણે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની હાર થઈ છે.

રાહુલ ગાંધીનો દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોનો પ્રવાસ 8 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે

તમને જણાવી દઈએ કે 9 ડિસેમ્બરે તેલંગાણામાં રેવંત રેડ્ડી મુખ્યપ્રધાન પદના શપથ પણ લેશે અને રાહુલ ગાંધી આ સમારોહમાં પણ સામેલ થાય તેવી શક્યતાઓ ઓછી છે.

રાહુલ ગાંધીનો દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોનો પ્રવાસ 8 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, રાહુલ ગાંધી મલેશિયાથી પોતાના પ્રવાસની શરૂઆત કરશે. તેઓ તે દિવસે કુઆલાલંપુર ઉતરશે અને 10 ડિસેમ્બર સુધી ત્યાં રોકાશે. બીજા દિવસે તેઓ સિંગાપોરમાં રોકાશે. તેઓ 12 ડિસેમ્બર સુધી સિંગાપોરમાં રહેવા માંગે છે.

13 ડિસેમ્બરે તેઓ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પહોંચશે. ત્યાં માત્ર 1 દિવસ રોકાશે. બીજા દિવસે તેઓ વિયેતનામ જશે. અંતે રાહુલ ગાંધી 15 ડિસેમ્બરે પોતાના દેશ પરત ફરશે અને દિલ્હી જવા રવાના થશે. દરમિયાન સંસદ સત્રનું અંતિમ સપ્તાહ શરૂ થઈ ગયું છે.

કહેવાય છે કે રાહુલ ગાંધી આ દેશોની યુનિવર્સિટીઓમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. તેમ જ વિયેતનામમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓને પણ મળશે. સાંસદ/ધારાસભ્ય કોર્ટે તેમને 16 ડિસેમ્બરે હાજર થવા માટે સમન્સ જારી કર્યું છે.

આ કેસ એ જ કેસ સાથે સંબંધિત છે જેમાં તેમણે બેંગલુરુમાં એક કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેમાં પક્ષે હજુ એ નથી કહ્યું કે તે કોર્ટમાં હાજર થશે કે કેમ.

આ પણ વાંચો… Surya Puja Tips: સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે રાખો આ વાતોનું ધ્યાન, અધૂરા કામ થશે પૂરા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો