Kotak Mahindra Ltd: કોટક મહિન્દ્રા લિમિટેડે કોટક બીએસઈ પીએસયુ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું
Kotak Mahindra Ltd: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે કોટક બીએસઈ પીએસયુ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું
મુંબઈ, 10 જુલાઈ: Kotak Mahindra Ltd: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (“KMAMC”/”કોટક મ્યુચ્યુઅલ ફંડ”) એ બીએસઈ પીએસયુ ઇન્ડેક્સને ટ્રેક કરતી અથવા અનુસરતી ઓપન એન્ડેડ સ્કીમ કોટક બીએસઈ પીએસયુ ઇન્ડેક્સ ફંડની જાહેરાત કરી છે. આ સ્કીમ 10મી જુલાઈ, 2024ના રોજ પબ્લિક સબ્સ્ક્રીપ્શન માટે ખુલે છે અને 24મી જુલાઈ, 2024ના રોજ બંધ થાય છે.
બીએસઈ પીએસયુ ઈન્ડેક્સમાં હાલમાં બીએસઈ 500 ઈન્ડેક્સ1માંથી પસંદ કરાયેલા 56 પીએસયુ સ્ટોકનો સમાવેશ થાય છે. ઇન્ડેક્સમાં વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલા જાહેર ક્ષેત્રના સાહસોની વિવિધ શ્રેણીનો સમાવેશ થાય છે. આ ફંડ ભારતીય શેરબજારમાં રોકાણ કરવા માટે પ્રમાણમાં કિફાયતી અને પારદર્શક રીત પ્રદાન કરે છે અને રોકાણકારોને જાહેર ક્ષેત્રના સાહસોમાં વૈવિધ્યસભર એક્સપોઝર ઓફર કરે છે.
આ પણ વાંચો:- Baroda BNP ParibasMutual fund: બરોડા બીએનપી પરિબા મેન્યુફેક્ચરિંગ ફંડ એનએફઓએ એટલા કરોડ રૂ. એકત્રિત કર્યા
કેએમએએમસીના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહે આ લોન્ચ અંગે જણાવ્યું હતું કે “કોટક મ્યુચ્યુઅલ ફંડમાં અમે અમારા રોકાણકારોને વિવિધ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ પ્રદાન કરવાનો સતત પ્રયાસ કરીએ છીએ. કોટક બીએસઈ પીએસયુ ઈન્ડેક્સ ફંડનું લોન્ચિંગ વિવિધ જોખમોની ભૂખ અને રોકાણની ક્ષિતિજો પ્રમાણેની પ્રોડક્ટ્સ ઓફર કરવાની અમારી પ્રતિબદ્ધતા સાથે જોડાયેલું છે. પીએસયુ શેરો તમામ ક્ષેત્રોમાં વિવિધ પ્રકારની તકો પૂરી પાડે અને આ ઇન્ડેક્સ ફંડથી રોકાણકારો પીએસયુ સેગમેન્ટમાં વ્યાપક એક્સપોઝર મેળવી શકે છે. આ ફંડ પીએસયુ ઇન્વેસ્ટિંગ માટે સ્ટ્રક્ચર્ડ અપ્રોચ પૂરો પાડે છે જેનાથી રોકાણકારો ડાયવર્સિફિકેશન દ્વારા જોખમો મેનેજ કરતી વખતે આ સેગમેન્ટની સંભવિતતામાં પેસિવલી ભાગ લઈ શકે છે.”
કોટક મહિન્દ્રા એએમસીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને ફંડ મેનેજર દેવેન્દ્ર સિંઘલે ઉમેર્યું હતું કે “કોટક બીએસઈ પીએસયુ ઈન્ડેક્સ ફંડ એ ભારતના જાહેર ક્ષેત્રના સાહસોમાં રસ ધરાવતા રોકાણકારો માટે અમારી પ્રોડક્ટ લાઇનઅપમાં એક મહત્વપૂર્ણ ઉમેરો છે. પીએસયુ એકમો આપણા અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રો છે અને તે ઊર્જા અને નાણાંથી લઈને સંરક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
જે-તે પીએસયુ શેરો વિવિધ પર્ફોર્મન્સ આપે છે અને આ ઇન્ડેક્સ-આધારિત અભિગમથી રોકાણકારો જાહેર ક્ષેત્રમાં એકંદર વૃદ્ધિ અને સુધારાઓથી સંભવિતપણે લાભ મેળવી શકે છે, કારણ કે ભારત તેની આર્થિક ગતિમાં આગળ વધી રહ્યો છે. આ ફંડ એકંદરે કિફાયતી તથા સિસ્ટમેટિકલી મેનેજ્ડ ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ દ્વારા રોકાણકારોને તુલનાત્મક ખર્ચ દ્વારા આ સફરનો ભાગ બનવાની તક આપે છે.”
ભૂતકાળની કામગીરી ભવિષ્યમાં ટકી શકે છે કે નહીં. કોટક બીએસઈ પીએસયુ ફંડ વિશે વધુ વિગતો માટે કૃપા કરીને મુલાકાત લો: https://www.kotakmf.com
કોઈ પણ રોકાણ નિર્ણય લેતા પહેલા રોકાણકારો તેમના નાણાંકીય નિષ્ણાતની સલાહ લેવા.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો