Okha-Gandhigram Special Train updates: ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન ના ફેરા આ તારીખ સુધી લંબાવવામાં આવ્યા
Okha-Gandhigram Special Train updates: ટિકિટો નું બુકિંગ 12 જુલાઈ થી શરૂ થશે

રાજકોટ, 11 જુલાઈ: Okha-Gandhigram Special Train updates: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ઓખા-ગાંધીગ્રામ અને ગાંધીગ્રામ-ઓખા સ્પેશિયલ ટ્રેન (વિશેષ ભાડા પર) ના ફેરા લંબાવવામાં આવ્યા છે. ટ્રેન નંબર 09436 ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન (દર રવિવારે) 14.07.2024 થી 25.08.2024 સુધી ચાલશે.
ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા સ્પેશિયલ ટ્રેન (દર શનિવારે) 13.07.2024 થી 24.08.2024 સુધી ચાલશે. ટ્રેન નંબર 09436 અને 09435 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 12 જુલાઈ, 2024 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે.
ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.