Mukesh Ambanis darshan of Shrinathji

Mukesh Ambani’s darshan of Shrinathji: 5G લોન્ચિંગ પહેલા મુકેશ અંબાણી નાથદ્વારા ભગવાન શ્રીનાથજીના દર્શન કરવા પહોંચ્યા

Mukesh Ambani’s darshan of Shrinathji: અંબાણી પરિવારમાં કોઈનો પણ જન્મદિવસ હોય, એનિવર્સરી હોય કે નવી કંપનીની શરૂઆત  હોય તમામ અવસરે તેઓ નાથદ્વારા પહોંચીને શ્રીનાથજીના આશીર્વાદ લે છે

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બરઃ Mukesh Ambani’s darshan of Shrinathji: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સોમવારે સાંજે રાજસ્થાનના પ્રસિદ્ધ યાત્રાધામ નાથદ્વારા પહોંચ્યા હતા. અહીં તેમણે શ્રીનાથજીની સંધ્યા આરતીમાં ભાગ લીધો અને દર્શન કર્યા.

મુકેશ અંબાણી બપોરે 3 વાગે મુંબઈથી ઉદયપુર માટે ફ્લાઈટમાં રવાના થયા હતા. 4 વાગે ડબોક એરપોર્ટ ઉતર્યા. ત્યાંથી કાર દ્વારા સવા પાંચ વાગે અંબાણી શ્રીનાથજીની હવેલી પહોંચ્યા. તેમણે શ્રીનાથજી ભગવાનની સંધ્યા આરતીના દર્શન કર્યા. ત્યારબાદ રિલાયન્સ ચેરમેન બેઠકજીમાં પહોંચ્યા. અહીં ગોસ્વામી વિશાલબાબાએ મુકેશ અંબાણીને રજાઈ ઓઢાડીને તથા શ્રીનાથજીનો પ્રસાદ ભેટ કરીને સ્વાગત કર્યું. મુકેશ અંબાણીએ આ દરમિયાન તિલકાયત પુત્ર વિશાલબાબા સાથે ચર્ચા કરી અને ત્યારબાદ તેઓ કારથી ધીરજ ધામ પહોંચ્યા. જ્યાં તેમણે થોડીવાર આરામ કર્યો. 

આ પણ વાંચોઃ Saurastra University change decision: આખરે વિવાદ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BAPS કોર્સ ભણાવવાનો નિર્ણય બદલ્યો- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, અંબાણી પરિવારને શ્રીનાથજીમાં ઊંડી આસ્થા છે. પરિવારમાં કોઈનો પણ જન્મદિવસ હોય, એનિવર્સરી હોય કે નવી કંપનીની શરૂઆત  હોય તમામ અવસરે તેઓ નાથદ્વારા પહોંચીને શ્રીનાથજીના આશીર્વાદ લે છે. મુકેશ અંબાણીના પ્રવાસને લઈને પ્રશાસન તરફથી સુરક્ષાની કડક વ્યવસ્થા કરાઈ હતી.

ઝેડ પ્લસ સુરક્ષા હોવાના કરાણે પોલીસ પ્રશાસન તરફથી મીડિયાને પણ મંદિરની અંદર આવવા દેવાયું નહતું. ટીના અંબાણી તરફથી નાથદ્વારામાં ધીરુભાઈ અંબાણીની યાદમાં બનાવવામાં આવેલા ધીરજ ધામમાં મુકેશ અંબાણીએ થોડો આરામ કર્યો અને ત્યારબાદ તેઓ મુંબઈ માટે રવાના થઈ ગયા.

મુકેશ અંબાણીની સાથે સાથે રાધિકા મર્ચન્ટે પણ શ્રીનાથજી ભગવાનના દર્શન કર્યા. રાધિકા મર્ચન્ટ વિશે કહેવાય છે કે તે મુકેશ અંબાણીના ભાવિ પુત્રવધુ છે. મુકેશ અંબાણીએ આ પ્રવાસ દરમિયાન વિશાલબાબા સાથે પુષ્ટિમાર્ગીય ઈતિહાસ પર ચર્ચા કરી  અને મંદિરના નવ નિર્માણ ઉપર પણ લગભગ એક કલાક જેટલી વાતો કરી. 

આ પણ વાંચોઃ Arvind Kejriwal Big Announcment Of Garantee: અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની ગેરેન્ટી આપી, જાણો વધુમાં શું કહ્યું?

Gujarati banner 01