Arvind Kejriwal Big Announcment Of Garantee

Arvind Kejriwal Big Announcment Of Garantee: અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની ગેરેન્ટી આપી, જાણો વધુમાં શું કહ્યું?

Arvind Kejriwal Big Announcment Of Garantee: કેજરીવાલે ગુજરાતની જનતા માટે વધુ એક ગેરેન્ટી આપી કે, ગુજરાતમાં આપની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર અને ભયમુક્ત શાસન આપીશું.

અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃArvind Kejriwal Big Announcment Of Garantee: આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. કેજરીવાલે આજે નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. સાથે જ AAPમાં જોડાનાર નેતાઓ અને કાર્યકરોને આવકાર્યા હતા. ત્યારે કાર્યક્રમમાં તેમણે ગુજરાતની જનતા માટે વધુ એક ગેરેન્ટી આપી કે, ગુજરાતમાં આપની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર અને ભયમુક્ત શાસન આપીશું.

કેજરીવાલે સંબોધનમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિશે કહ્યું કે, ગુજરાતમાં ચારેતરફ ભ્રષ્ટ્રાચાર છે. કોઇ પણ કામ કરાવવું હોય તો રૂપિયા આપવા પડે છે. નીચેથી લઇ ઉપર સુધી ભ્રષ્ટ્રાચાર છે. એમના વિશે કંઇ બોલો તો તેઓ ધમકાવવા પહોંચી જાય છે. તેથી અમે ગેરંટી આપીએ છીએ કે ગુજરાતમાં આપની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર અને ભયમુક્ત શાસન આપીશું. અમારા મુખ્યમંત્રી, મંત્રી, કે કોઇ અધિકારી ભ્રષ્ટાચાર નહિ કરે. જો કોઇ કરશે તો સીધા જેલ ભેગા થશે. ભાજપે આજ સુધી તેના કોઇ મંત્રીને જેલ મોકલ્યો નથી.

Arvind Kejriwal

આ પણ વાંચોઃ Sachin shroff as taarak mehta: આ કલાકાર નિભાવશે તારક મહેતાની ભૂમિકા, અભિનેતાએ શરુ પણ કરી દીધુ છે શુટિંગ

આ ઉપરાંત કેજરીવાલે કહ્યું કે, સરકારના એક-એક પૈસાનો ઉપયોગ અમે પ્રજા માટે કરીશું. ગુજરાતના રૂપિયા સ્વીસ બેંકમાં નહી જાય. સરકારના પ્રજાના રૂપિયાનો ઉપયોગ ઉદ્યોગપતિઓ માટે નહી થાય. એવી વ્યવસ્થા ઉભી કરીશું કે કોઇએ સરકારી ઓફિસ નહી જવું પડે. અધિકારી તમારા ઘરે આવશે અને તમારું કામ થશે. દિલ્હી અને પંજાબમાં જે લાગુ પાડ્યું એ ગુજરાતમાં કરીશું.

c62c145b 1de7 4d39 a4e3 ab22f1f56495

ગુજરાતમાં ચાલતા કાળા કામ બંધ કરવામાં આવશે. મંત્રી, ધારાસભ્યો અને અધિકારીઓના કાળા ધંધા બંધ કરીશું. 10 વર્ષમાં જેટલા પેપર ફૂટ્યા છે તમામના માસ્ટર માઇન્ડ અને સરકારમાં બેઠેલા મળતીયાઓને જેલમાં નાંખીશું. વર્તમાન સરકારમાં જેટલા કૌભાંડ થયા તે તમામની તપાસ થશે અને તમામ પાસેથી રૂપિયા રીકવર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સાંજે સફાઈ કર્મચારી સાથેના ટાઉનહોલ કાર્યક્રમમાં હાજરી આપશે. ટાઉનહોલ કાર્યક્રમ બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી જવા રવાના થશે.

આ પણ વાંચોઃ Fire electric scooter showroom: ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગ કરતી વખતે શો રૂમમાં બની દુર્ઘટના, ભીષણ આગ લાગવાથી 8ના લોકોના મોત નિપજ્યા

Gujarati banner 01