Prices of vegetables

Vegetable inflation price: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, પેટ્રોલ-ડિઝલ બાદ શાકભાજીના ભાવ આસમાને- ટામેટા થયા સૌથી મોંઘા

Vegetable inflation price: દેશના કેટલાક શહેરોમાં ટામેટાની છુટક કિંમત 50 રૂપિયાથી લઈને 93 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ

બિઝનેસ ડેસ્ક, 19 ઓક્ટોબરઃ Vegetable inflation price: પેટ્રોલ-ડીઝલ, ગેસ બાદ હવે શાકભાજીની આકાશ આંબતી કિંમતો પણ સામાન્ય જનતાની કમર તોડતી જોવા મળી રહી છે. પરિસ્થિતિ એ છે કે દેશના કેટલાક શહેરોમાં ટામેટાની છુટક કિંમત 50 રૂપિયાથી લઈને 93 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે.

વિના મોસમના વરસાદના કારણે પાકને નુકસાન અને બજારમાં પહોંચવામાં મોડાઈના કારણે ટામેટાની કિંમતોમાં ઉછાળો(Vegetable inflation price) આવ્યો છે. કલકત્તામાં ટામેટાની છૂટક કિંમત 93 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે, જે એક લિટર ડીઝલના બરાબર છે. આ પ્રકારે ચેન્નઈમાં સોમવારે ટામેટા 60 રૂપિયા કિલો, દિલ્હીમાં 59 રૂપિયા કિલો અને મુંબઈમાં 53 રૂપિયા કિલો સુધી વહેંચાયા.

આ પણ વાંચોઃ Weather Round: ઉતરાખંડથી કેરળ સુધી વરસાદનો કહેર, કેરળમાં 41ના મોત અને ઉતરાખંડમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા

Advertisement

ઉપભોક્તા મંત્રાલય દ્વારા દેશના 175 શહેરોમાં કરવામાં આવેલા ટ્રેકિંગ અનુસાર 50થી વધારે શહેરોમાં ટામેટા 50 રૂપિયા કિલોથી ઉપર વેચાઈ રહ્યા છે. અહીં સુધી કે હોલસેલ બજારમાં પણ ટામેટાની કિંમત ઘણી વધારે છે. હોલસેલ બજારની વાત કરીએ તો કલકત્તામાં ટામેટા 84 રૂપિયા, ચેન્નઈમાં 52 રૂપિયા, મુંબઈમાં 30 રૂપિયા અને દિલ્હીમાં 29.50 રૂપિયા કિલો હતા.

નોંધનીય છે કે, ટામેટાના ઉત્પાદક ક્ષેત્રોમાં મોસમ વિનાના વરસાદે આ પાકને ઘણુ નુકસાન પહોંચાડ્યુ છે. ટામેટાનો નવો પાક 2-3 મહિના બાદ જ આવશે. જે બાદ જ રેટમાં ભારે ઘટાડાની આશા કરી શકાય તેમ છે. ચીન બાદ ભારત દુનિયાનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે.

ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ સુધી શાકભાજીના ભાવમાં ભયંકર વૃદ્ધિ જોવા મળી રહી છે. કિંમતોમાં વધારો હોલસેલ માર્કેટમાંથી લઈને રિટેલ માર્કેટ સુધી છે. ટામેટા પર સૌથી વધારે મોંઘવારીની માર છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાની અસર હવે લોકોની રસોઈ પર પણ જોવા મળી રહી છે.

Advertisement

વરસાદની અસર ટામેટા પર પણ પડી છે. ટામેટા ઓછા આવી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો પણ વધી છે. જેની અસર શાકભાજીના ભાવ(Vegetable inflation price) પર પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Nitin patel meet PM modi: નીતિન પટેલની દિલ્હીમાં નરેન્દ્ર મોદી સાથે ઓચિંતી મુલાકાત કરી, કેન્દ્ર સરકાર તરફથી મળી શકે છે જવાબદારી

Whatsapp Join Banner Guj

Advertisement