Mukesh Ambani Mark Zuckerberg Gautam Adani

World Richest persons list: એકવાર ફરી ઝકરબર્ગથી આગળ નિકળ્યા મુકેશ અંબાણી, ગૌતમ અદાણી બે સ્થાન નીચે સરક્યાં

World Richest persons list: અમીરોની યાદીમાં ગૌતમ અદાણી બે સ્થાનના નુકસાન સાથે 23મા સ્થાને આવી ગયા

બિજનેસ ડેસ્ક, 10 મેઃ World Richest persons list: વિશ્વના ટોપના અબજોપતિઓના લિસ્ટમાં મુકેશ અંબાણીએ હવે માર્ક ઝુકરબર્ગને પાછળ છોડી દીધા છે. ભૂતકાળમાં પ્રોપર્ટીમાં અચાનક આવેલી તેજીને કારણે ઝકરબર્ગે લાંબી છલાંગ લગાવી હતી અને અમીરોની યાદીમાં 12મા સ્થાને પહોંચી ગયા હતા.

પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમના શેરનો ભાવ ઘટી રહ્યો છે. ખાસ કરીને જ્યારથી મેટા ની સ્થાપના કરવામાં આવી છે ત્યારથી કંપનીના કારોબારમાં નુકસાન નોંધાયું છે. આ કારણે હવે મુકેશ અંબાણી માર્ક ઝુકરબર્ગ કરતા આગળ નીકળી ગયા છે.

બીજી તરફ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે અને તેઓ યાદીમાં બે સ્થાન નીચે સરકી ગયા છે. રિલાયન્સ ચીફ મુકેશ અંબાણીએ છેલ્લા 24 કલાકમાં $1.4 બિલિયન અથવા 11,488 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા સાથે. અંબાણીની કુલ નેટવર્થ (મુકેશ અંબાણી નેટ વર્થ) વધીને $85.8 બિલિયન થઈ ગઈ છે. આટલી સંપત્તિ સાથે મુકેશ એંબાણી હવે અમીરોની યાદીમાં 12મા નંબર પર પહોંચી ગયા છે.

અમીરોની યાદીમાં ગૌતમ અદાણી બે સ્થાનના નુકસાન સાથે 23મા સ્થાને આવી ગયા છે. વાસ્તવમાં અદાણી ગ્રુપના શેરમાં ઘટાડાને કારણે તેમની સંપત્તિમાં ઘટાડો થયો છે. આ કારણે તે બે સ્થાને સરકી ગયા છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકન કંપની હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં જોરદાર વેચવાલી જોવા મળી છે.

આ કારણે આ વર્ષે અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં 63.5 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. સોમવારે અદાણીની નેટવર્થમાં 4.78 બિલિયન ડોલરનો ઘટાડો નોંધાયો હતો. સોમવારે અદાણીની નેટવર્થમાં 4.78 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો.

આ પણ વાંચો… Flight ticket prices increased: Go Firstની ફ્લાઇટ્સ કેન્સલ થતાં જ અન્ય એરલાઇન્સને મોજ, આ રૂટ પર ભાડું બમણું!

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો