Go First 1

Flight ticket prices increased: Go Firstની ફ્લાઇટ્સ કેન્સલ થતાં જ અન્ય એરલાઇન્સને મોજ, આ રૂટ પર ભાડું બમણું!

Flight ticket prices increased: 15,000 ની ફ્લાઈટ ટિકિટનું ભાડું હવે વધીને 45000 રૂપિયા પર પહોંચી ગયું

બિજનેસ ડેસ્ક, 10 મેઃ Flight ticket prices increased: Go First એક દિવસમાં લગભગ 180-185 ફ્લાઇટ્સનું સંચાલન કરતી હતી અને તેના દ્વારા દરરોજ લગભગ 30,000 મુસાફરો મુસાફરી કરતા હતા. પરંતુ ટેક્નિકલ રીતે, એરલાઈન્સની ફ્લાઈટ કામગીરી ઠપ્પ થઈ ગયા બાદ દરરોજ 30,000થી વધુ લોકો ટિકિટની શોધમાં અન્ય એરલાઈન્સનો સંપર્ક કરી રહ્યા છે. આ પરિસ્થિતિનો પૂરેપૂરો ફાયદો અન્ય એરલાઇન્સ ઉઠાવી રહી છે.

ટિકિટ વિન્ડો પર તપાસ કરતા ખબર પડે છે કે 15,000 ની ફ્લાઈટ ટિકિટનું ભાડું હવે વધીને 45000 રૂપિયા પર પહોંચી ગયું છે. ખાસ કરીને અન્ય એરલાઇન્સ કંપની જે ફર્સ્ટ નો વિકલ્પ બની હતી તે તમામ એરલાઇન છે તકનો ફાયદો લઈ લીધો છે. એક તરફ ગો ફર્સ્ટ એરલાઇન્સ દ્વારા ટિકિટ નું વળતર આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે લોકોને પ્રવાસ કરવા માટે અન્ય એરલાઇન્સ ની ટિકિટ ખરીદવી પડે છે જે માટે તેમણે વધુ પૈસા ચૂકવવા પડી રહ્યા છે.

Go First ફ્લાઈટ્સનું બંધ થવું અન્ય એરલાઇન્સ માટે વરદાન સાબિત થઈ રહ્યું છે. તકનો લાભ લઈને આ એરલાઈન્સે દિલ્હી-મુંબઈ, દિલ્હી-લેહ, મુંબઈ-લખનૌ અને અન્ય રૂટ પર તેમના ભાડામાં વધારો કર્યો છે.

ગો ફર્સ્ટ ની ખરેખર તકલીફ શું છે?

એરલાઈન્સ Go Firstની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. રોકડની તંગીનો સામનો કરી રહેલી એરલાઇન્સની તમામ ફ્લાઈટ્સ કેન્સેલ ચાલી રહી છે અને એવિએશન રેગ્યુલેટર (DGCA) એ ટિકિટના સેલિંગ પર પ્રતિબંધ મૂક્યો છે.

GoFirst ફ્લાઇટ 12 મે સુધી 2 મેના રોજ, Go First એરલાઇન્સે 3 મેથી 5 મે સુધીની તેની મામ ફ્લાઇટ્સ રદ કરી અને બાદૅમાં તેને 12 મે સુધી લંબાવી. દરમિયાન મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પેડ્યો હતો. GoFirst એ માત્ર ફ્લાઇટ્સ રદ કરી નથી, પરંતુ NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે પ્ણ અજી કરી છે અને તેના પર શક્ય તેટ્લી વ્હેલી તકે નિર્ણય લેવા વિનંતી કરી છે.

આ પણ વાંચો… Mango buying tips: કેરી ખરીદતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન, 100% મીઠી જ નીકળશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો