Banner

Aditya L1 Mission: આદિત્ય L1ના લોન્ચિંગ માટે કાઉન્ટડાઉન શરૂ, મંદિર પહોંચ્યા એસ સોમનાથ…

નવી દિલ્હી, 01 સપ્ટેમ્બરઃ ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય L1 માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ આ માહિતી આપી છે. આ પહેલા ISROના વૈજ્ઞાનિકોની એક ટીમ આદિત્ય-L1 મિશનના મિની મોડલ સાથે તિરુમાલા શ્રી વેંકટેશ્વર મંદિરમાં પૂજા કરવા પહોંચી હતી.

ભારતનું પ્રથમ સૌર મિશન (આદિત્ય-એલ1 મિશન) 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. પ્રક્ષેપણની તૈયારીઓ વિશે માહિતી આપતા, ISRO ચીફ એસ સોમનાથે ગુરુવારે ચેન્નઈમાં કહ્યું, “રોકેટ અને ઉપગ્રહ તૈયાર છે. અમે પ્રક્ષેપણ માટે કવાયત પૂર્ણ કરી લીધી છે.”

શું છે મિશન આદિત્ય L1?

આદિત્ય-L1 અવકાશયાનને સૂર્યની ભ્રમણકક્ષાના દૂરસ્થ અવલોકન માટે અને L1 (સૂર્ય-પૃથ્વી લેગ્રેંજિયન બિંદુ) પર સૌર હવાનું વાસ્તવિક અભ્યાસ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યુ છે. તેને પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર સૂર્ય-પૃથ્વી સિસ્ટમના L1 બિંદુની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.

આ બિંદુની વિશેષતા એ છે કે અહીં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ તટસ્થ રહે છે, જેના કારણે વસ્તુઓ આ સ્થાન પર રહી શકે છે. તેને સૂર્ય અને પૃથ્વીની અવકાશમાં પાર્કિંગ પોઈન્ટ પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચો… Ambaji VIP Darshan Paid: અંબાજીમાં વીઆઈપી દર્શન માટે ચુકવવા પડશે 5,000 રુપિયા, કરસન બાપુ ભાદરકાએ કર્યું વિરોધ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો