ambaji darshan

Ambaji VIP Darshan Paid: અંબાજીમાં વીઆઈપી દર્શન માટે ચુકવવા પડશે 5,000 રુપિયા, કરસન બાપુ ભાદરકાએ કર્યું વિરોધ

  • અંબાજી મંદિરમાં વીઆઇપી કલ્ચર શરૂ કરવામાં આવ્યું છે, તે નિર્ણયને પાછો લેવામાં આવે: કરસન બાપુ ભાદરકા

Ambaji VIP Darshan Paid: મંદિર એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, ધંધાનું યુનિટ નથી: કરસન બાપુ ભાદરકા

અમદાવાદ, 01 સપ્ટેમ્બરઃ Ambaji VIP Darshan Paid: આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી કરસન બાપુ ભાદરકાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે, અંબાજીમાં માતાજીના દર્શન કરવા માટે વીઆઈપી કલ્ચર શરૂ કરવામાં આવ્યું છે. જે અનુસાર 5000 રૂપિયાની ચુકવણી કરીને ગર્ભ ગૃહમાં જઈને વીઆઈપી દર્શન કરી શકાશે. મંદિરમાં સમાનતા હંમેશા ટોચ પર હોય છે, ત્યાં કોઈ ગરીબ અને તવંગર હોતો નથી.

મંદિર એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, ધંધાનું યુનિટ નથી. અંબાજી મંદિરની સમિતિના આ નિર્ણયનો આમ આદમી પાર્ટી વિરોધ કરે છે. અને વિનંતી કરીએ છીએ કે આ નિર્ણયને પાછો ખેંચવામાં આવે.

તમારા નિર્ણયના કારણે દર્શનાર્થીઓને દ્વેષની લાગણી મંદિરની અંદર અનુભવવી પડે છે, જે બિલકુલ ન ચાલી શકે. તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે અમારે આવેદનપત્ર આપવા પડે એ સનાતન માટે યોગ્ય નથી અને આવા આવેદનપત્ર તમારા નિર્ણયની વિરુદ્ધ આપવા પડે એના માટે અમને મજબૂર ન કરો.

આ પણ વાંચો… Earthquakes on Moon surface: ચંદ્રની સપાટી પર આવ્યો ભૂકંપ? જાણો રોવરે શું મેસેજ મોકલ્યો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો