PM મોદી અને યોગી આદિત્યનાથની મુલાકાત બાદ જે.પી.નડ્ડા સાથે CM Yogiની બેઠક કરી, જાણો મુલાકત યોજવાનું કારણ?
નવી દિલ્હી, 11 જૂનઃ યૂપી સીએમ યોગી આદિત્યનાથ(CM Yogi) શુક્રવારે એટલે કે આજે સવારે લગભગ 11 વાગ્યે પ્રધાનમંત્રી રહેઠાણ્પહોચ્યા, જ્યા તેમની બેક પીએમ નરેન્દ્ર મોદી સાથે થઈ. બંને નેતાઓ વચ્ચે લગભગ સવા કલાક સુધી બેઠક ચાલી. બપોરે સવાર બાર વાગે યૂપી સીએમ પીએમ મોદીના ઘરમાંથી બહાર આવ્યા.

ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલા લખનૌથી લઈને દિલ્હી સુધી રાજકારણમાં હલચલ ઝડપી બની છે. મંત્રીમંડળ વિસ્તાર અને સંગઠનમાં ફેરફારની અટકળોની વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ(CM Yogi) નવી દિલ્હીમાં છે.
પીએમ મોદી સાથે મુલાકાત પછી યૂપી સીએમ યોગી આદિત્યનાથે(CM Yogi) ટ્વીટ કર્યુ. યોગીએ લખ્યુ કે આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સાથે નવી દિલ્હીમાં શિષ્ટાચાર ભેટ અને માર્ગદર્શન પ્રાપ્તિનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ. પોતાની વ્યસ્ત દિનચર્યા છતા મુલાકાત માટે સમય આપવા બદલ આદરણીય પ્રધાનમંત્રીનો હ્રદયપૂર્વક આભાર.
પીએમ મોદી સાથે થનારી મીટિંગ પછી આદિત્યનાથ(CM Yogi)ને ભાજપાના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત થવાની છે. સૂત્રોનુ માનીએ તો યૂપી સીએમ યોગી આદિત્યનાથ શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરશે.
છેલ્લા ઘણા સમયથી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે(CM Yogi) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતની ભાજપની ટોચની નેતાગીરી સામે બાથ ભીડી છે. આ બાથ ભીડવાનું કારણ જણાવતાં વિશ્વસનીય સૂત્રોએ કહ્યું હતું કે મૂળ મડાગાંઠ ઉત્તરપ્રદેશનું વિભાજન કરીને યુપીના પૂર્વ વિસ્તારને પૂર્વાંચલ બનાવવાનો છે. આ વિસ્તારમાં યોગીના આધિપત્યવાળો ગોરખપુર જિલ્લો પણ આવે છે. આ પ્રદેશને ઉત્તરપ્રદેશમાંથી અલગ કરવો, એટલે યોગીના આધિપત્યનું વિભાજન કરવું. દરમિયાન યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક યોજાય એવી શક્યતા છે.
રાજકીય અને સનદી સૂત્રોના કહ્યા પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ. કે. શર્માને ઠાઠમાઠવાળી સરકારી નોકરી મુકાવીને ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો. આવા સંજોગોમાં યોગીનું રાજકીય રીતે કદ ઘટે, જેને કારણે યોગી અને ભાજપ મોવડીમંડળ વચ્ચે ગજગ્રાહ ઉત્પન્ન થયો છે. આ જ બાબત વિવાદનું કારણ હોવાથી યોગી(CM Yogi) તેમના મોવડીમંડળને મળી રહ્યા છે. તેઓ મંગળવારે પણ ભાજપના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓને મળ્યા હતા.
આ પણ વાંચો….

