દિલ્હી બાદ હાઈકોર્ટના આદેશ પર આ રાજ્યના પાંચ શહેરોમાં સંપૂર્ણ લૉકડાઉન(complete lockdown)..!
લખનઉ,19 એપ્રિલઃ ઉત્તર પ્રદેશમાં કોરોના મહામારીના કહેરને જોતા અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. કોર્ટે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત પ્રદેશના પાંચ મોટા શહેરો લખનઉ, કાનપુર, ગોરખપુર, પ્રયાગરાજ અને વારાણસીમાં સંપૂર્ણ લૉકડાઉન(complete lockdown)ની જાહેરાત કરી છે. આદેશ પ્રમાણે સોમવારે રાતથી લૉકડાઉન લાગૂ થશે જશે. આ સાથે હાઈકોર્ટે રાજ્ય સરકારને પ્રદેશમાં 15 દિવસના લૉકડાઉન પર વિચાર કરવાનું કહ્યું છે.

મહત્વનું છે કે ઉત્તર પ્રદેશમાં મહામારી બેકાબૂ થવા લાગી છે. રાજધાની લખનઉ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત શહેરોમાંથી એક છે. કોરોના દર્દીઓની વધતી સંખ્યા જોતા અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે યોગી આદિત્યનાથ સરકારને આદેશ આપ્યો છે કે તે 26 એપ્રિલ સુધી પ્રદેશના પાંચ સૌથી વધુ પ્રભાવિત શહેરો પ્રયાગરાજ, લખનઉ, વારાણસી, કાનપુર અને ગોરખપુરમાં 26 એપ્રિલ સુધી બધા પ્રતિષ્ઠાનો બંધ કરે.
હાઈકોર્ટના આદેશ પ્રમાણે આ લૉકડાઉન સોમવારે રાતથી પ્રભાવિત થઈ જશે. તે સિવાય કોર્ટે સરકારને 15 દિવસના સંપૂર્ણ લૉકડાઉન પર વિચાર કરવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું કે, અદાલતોમાં પણ માત્ર જરૂરી મામલાની વર્ચ્યુઅલ માધ્યમો દ્વારા સુનાવણી થવી જોઈએ. સાથે તેમણે પ્રયાગરાજ અને લખનઉના સીએમઓને નિર્દેશ આપ્યો કે સંબંધિત કોવિડ હોસ્પિટલોમાં પર્યાપ્ત સંખ્યામાં ઓક્સીજન અને દવાઓની સુવિધા પૂરી કરે.

આ પણ વાંચો….
