nitin patel iuans

About gujarat lockdown: નાયબ મુખ્યમંત્રીએ કહ્યું- સંપૂર્ણ લોકડાઉનથી કોરોનાની ચેઇન તૂટે એની ગેરંટી નથી..! જાણો વધુમાં શું કહ્યું નિતિન પટેલે

About gujarat lockdown: હોસ્પિટલોમાં બેડ ખાલી નથી, ઓક્સિજનની અછત છે, સ્મશાનમાં વેટિંગ છે, તેમ છંતા ગુજરાત સરકાર કહે છે કે, સંપૂર્ણ લોકડાઉનની જરુર નથી

ગાંધીનગર, 19 એપ્રિલઃ દેશમાં કોરોનાના કેસમાં વધી રહ્યું છે, તેમાં ગુજરાતની કોરોનાની સંખ્યામાં વધારો છે. રાજ્યની પરિસ્થિતિ દિવસે અને દિવસે દયનીય બની રહી છે. એક તરફ સ્મશાનમાં વેટિંગ છે, હોસ્પિટલોમાં બેડ ખાલી નથી, આક્સિજનની અછત છે. તેવી ગંભીર પરિસ્થિતિમાં ગુજરાત સરકાર(About gujarat lockdown) કહે છે કે, લોકડાઉનની જરુર નથી. તાજેતરમાં જ નાયબ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં લોકડાઉન અંગે વાત કરતા કહ્યું કે, રાજ્યમાં લોકડાઉનની જરુર નથી.

નાયબ મુખ્યમંત્રી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી છે. 1 કરોડ 59 લાખ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ પ્રકારે આરટીપીસીઆર અને એન્ટિજન ટેસ્ટ ખુબ જ મોટી સંખ્યામાં નાગિરકોની જ્યારે ઇચ્છા થાય ત્યારે સરકારી આયોજન અનુસાર કરવાનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા સરકારી ખર્ચે કરવામાં આવ્યું છે. સરકારી લેબોરેટરિમાં તેનું ટેસ્ટિંગ કરી 24-30 કલાકની અંદર તેનો રિપોર્ટ મળી જાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 

About gujarat lockdown

રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં તમામ જિલ્લાઓમાં લેબોરેટરી ઉભી કરવાનું આયોજન પુર્ણ કરી દેવાયું છે. મહાનગરોમાં વધારે લેબોરેટરી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી સાથે અલગ અલગ જિલ્લાની મુલાકાતો દરમિયાન મોરબી, ભુજ સહિત જ્યાં પણ ટેસ્ટિંગ લેબ નથી તે ઉભી કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં પણ એક મશીન ફાળવવામાં આવ્યું છે. આ તમામ વ્યવસ્થા છતા પણ રાજ્યનાં અનેક નાગરિકો પોતાની રીતે ખાનગી લેબોરેટરીમાં પણ કોરોના ટેસ્ટ કરાવતા હોય છે. ખાનગી લેબોરેટરી કાર્યરત છે તેમને ટેસ્ટ કરવા માટેની કિંમત નિર્ધારણ કરવામાં આવ્યું હતું. હવે ટેસ્ટિંગની કિંમત 800 કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી ઘરેથી ટેસ્ટિંગનાં 1100 રૂપિયા વસુલાતા હતા. હવે તેમાં 200નો ઘટાડો કરી ઘરે કે હોસ્પિટલમાંથી ટેસ્ટિંગ કરાવવા ઇચ્છતા હોય તો 900 રૂપિયા જ ચાર્જ વસુલવાનો રહેશે. કોઇ વ્યક્તિ લેબોરેટરી પર ટેસ્ટ કરાવે તો અત્યાર સુધી 800 ચાર્જ થતો હતો તેમાં 100 નુો ઘટાડો કરી 700 રૂપિયા જ ચુકવવાનાં રહેશે.

લોકડાઉન અંગે નીતિન પટેલે જણાવ્યું કે, અનેક મહાનગરો અને નગરોમાં રાત્રી કર્ફ્યૂં છે. આ ઉપરાંત સ્થાનિક લોકો વેપારી સંગઠનો અને નગરપાલિકાઓ પોતાની રીતે સ્વયંભૂ બજારો અને શહેરો બંધ રાખવાનો નિર્ણય કરી રહ્યા છે. કોઇ વિકએન્ડ લોકડાઉન પણ કરી રહ્યા છે. નાગરિકો પણ ભીડ એકત્ર ન થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જે વિચારણા થતી હશે તેના અંગે અલગથી તમને માહિતગાર કરવામાં આવશે. 

About gujarat lockdown

ઓક્સિજન વિશે નીતિન પટેલે જણાવ્યું કે, ઓક્સિજનનાં એક્સપોર્ટ કે અન્ય કોઇ પણ પ્રકારનાં ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગુજરાતમાં ઉત્પાદીત થતો તમામ ઓક્સિજન માત્ર અને માત્ર આરોગ્ય હેતુસર જ ઉપયોગમાં લેવામાં આવે છે. ઔદ્યોગિક વપરાશ પર સંપુર્ણ પ્રતિબંધિત છે. સરકાર પ્રયાસો કરી રહી છે. 

આ પણ વાંચો….

કુંભના મેળાને બંધ કરતા નારાજ સાધુઓએ વડાપ્રધાનને કહ્યુ- પહેલા પ્રચારસભા(election rallies)ઓ બંધ કરો..!