Covaxin Production In Gujarat: ગુજરાતના અંકલેશ્વરમાં બનશે કોરોનાની રસી, ઉત્પાદન સુવિધા માટે મંજૂરી
Covaxin Production In Gujarat: રસીની કોઈ અછત ન રહે તે માટે સરકાર દ્વારા દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે
અમદાવાદ, ૧૦ અગસ્ત: Covaxin Production In Gujarat: અત્યારે દેશમાં કોરોના રસીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. રસીની કોઈ અછત ન રહે તે માટે સરકાર દ્વારા દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન, ગુજરાતના અંકલેશ્વરમાં કોરોના રસી ઉત્પાદન સુવિધાને મંજૂરી આપવામાં આવી છે. હવે રસી બનાવવામાં ગુજરાતની મોટી ભૂમિકા રહેશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું કે ભારત સરકારે અંકલેશ્વર, ગુજરાતમાં કોવાક્સિનના ઉત્પાદન માટે ભારત બાયોટેકની રસી ઉત્પાદન સુવિધાને મંજૂરી આપી છે.
દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો