Gold biscuit

Offered 1 kg gold: અમેરિકાના મહેન્દ્રભાઈ પટેલ દ્વારા અંબાજી મંદિર (ambaji temple) ટ્રસ્ટને રૂપિયા 48 લાખની કિંમતનું એક કિલો સોનુ ભેટ ચઢાવ્યુ

Offered 1 kg gold: સોના ના દાતા એ અન્ય માઇ ભક્તો ને પણ મંદિર ને સોના નું દાન ભેટ આપી મંદિર ને સંપૂર્ણ સોને મઢવા ની કામગીરી માં સહભાગી બને તે માટે સોના ના દાન આપનાર ના પિતા નટવરલાલ પટેલએ અપીલ કરી હતી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૦ ઓગસ્ટ:
Offered 1 kg gold: શક્તિપીઠ અંબાજીમાં મૂળ પાટણ બાલીસણા ના રહેવાસી અને અમેરિકા ખાતે સ્થાઈ થયેલા પટેલ બ્રધર્સ બેનર હેઠળ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર ચલાવતા મહેન્દ્રભાઈ પટેલ દ્વારા (ambaji temple) અંબાજી મંદિર ટ્રસ્ટ ને આજે રૂપિયા 48 લાખ ની કિંમતનું એક કિલો સોનુ ભેટ ચઢાવ્યુ છે મહેન્દ્રભાઈ પટેલ પોતે અમેરિકા ખાતે સ્થાઈ થયેલા છે ને મોટાભાગ ની પૂનમ ભરવા અંબાજી આવતા હોય છે પણ લાંબા સમય થી તેઓ અંબાજી માં અંબા ના દર્શને ન આવી સકતા પોતાની ઈચ્છા અનુસાર એક કિલો સોનું તેમના ઘર પરિવાર જનો ના હસ્તે અંબાજી મોકલી આપ્યું હતું

મહેન્દ્રભાઈ પટેલ અમેરિકામાં પટેલ બ્રધર્સ બેનર હેઠળ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર ચલાવે. અંબાજી દર્શને ન આવી સકતા પોતાની ઈચ્છા અનુસાર (Offered 1 kg gold) એક કિલો સોનું તેમના ઘર પરિવાર જનો ના હસ્તે મોકલ્યુ

Offered 1 kg gold ambaji temple by USA mahendra patel

જેઓ મંદિર પરિષર માં આવતા તેમનું અંબાજી મંદિર (ambaji temple) દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્વાગત પણ કરાયું હતું અને માં અંબા ના નીજ મંદિર ના ગર્ભગૃહ આગળ એક કિલો સોનુ અર્પણ કરી તેમના પિતા એ પોતાના પુત્ર ની દાન આપવાની ઈચ્છા પૂર્ણ કરી હતી હાલ અંબાજી મંદિર નું મુખ્ય શિખર ને સોનાથી મઢી દેવાયું છે ત્યારે વધુ આગળ ના ઘુમ્મજો ને સુવર્ણ મઢવા માટે ની કામગીરી માટે આ સોનુ દાન કરવામાં આવ્યું છે

આ પણ વાંચો…Covaxin Production In Gujarat: ગુજરાતના અંકલેશ્વરમાં બનશે કોરોનાની રસી, ઉત્પાદન સુવિધા માટે મંજૂરી

Thali plate
રાજકોટના દાતા એ અંબાજી મંદિરને રૂપિયા 2.63 લાખ ની કિંમત નું 4.485 કિલો ચાંદીના વાસણો અર્પણ કર્યો

એટલુંજ નહીં સોના ના દાતા એ અન્ય માઇ ભક્તો ને પણ મંદિર ને સોના નું દાન ભેટ આપી મંદિર ને સંપૂર્ણ સોને મઢવા ની કામગીરી માં સહભાગી બને તે માટે સોના ના દાન આપનાર ના પિતા નટવરલાલ પટેલએ અપીલ કરી હતી

જોકે આજે વધુ એક રાજકોટ ના દાતા એ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ને રૂપિયા 2.63 લાખ ની કિંમત નું 4.485 કિલો ચાંદી નું બનાવેલ માતાજી ને જમાડવા વિવિધ વાસણો ના ભાણા નો સેટ અર્પણ કર્યો હતો.

Whatsapp Join Banner Guj