atul khatri

Vaccination certificate on tshirt: અતુલ ખત્રીએ તેના ટી-શર્ટ પર છપાવ્યું રસીકરણનું પ્રમાણપત્ર, કારણ જાણીને તમે પણ કહેશો વ્હૉટ ઍન આઇડિયા સરજી!

સ્ટૅન્ડ-અપ કૉમેડિયન અતુલ ખત્રીએ આવું (Vaccination certificate on tshirt) ટી-શર્ટ પહેરેલો તેનો ફોટો ટ્વીટ કર્યો છે.

અમદાવાદ , ૧૦ ઓગસ્ટ: Vaccination certificate on tshirt: દેશમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે ઓસરી રહી છે. એને પગલે સરકાર દ્વારા કેટલાંક સ્થળોએ કોરોનાના પ્રતિબંધ હળવા કરવામાં આવ્યા છે. મુંબઈમાં આગામી 15 ઑગસ્ટથી લોકલ ટ્રેનમાં સામાન્ય જનતા મુસાફરી કરી શકશે. જોકે રસીના બંને ડોઝ મેળવેલ લોકો જ મુસાફરી કરી શકશે

અને હવે આ માટે પ્રમાણપત્રની(Vaccination certificate on tshirt) જરૂર પડશે. એ જ સમયે ઍરપૉર્ટ પર અને અન્ય સ્થળોએ પણ કોરોનાનો નેગેટિવ રિપૉર્ટ અથવા રસીકરણનું પ્રમાણપત્ર માગવામાં આવી રહ્યું છે. વારંવાર રસીકરણનું પ્રમાણપત્ર બતાવીને કંટાળી ગયેલી એક વ્યક્તિએ હવે પોતાના ટી-શર્ટ પર જ આ પ્રમાણપત્ર છપાવી દીધું છે.

આ પણ વાંચો…Attack Hindu temples in Bangladesh: પાકિસ્તાન બાદ બાંગ્લાદેશમાં ચાર મંદિર, હિંદુઓના 100 ઘરો-દુકાનોમાં ભારે તોડફોડ- વાંચો સંપૂર્ણ વિગત

સ્ટૅન્ડ-અપ કૉમેડિયન અતુલ ખત્રીએ આવું (Vaccination certificate on tshirt) ટી-શર્ટ પહેરેલો તેનો ફોટો ટ્વીટ કર્યો છે. સફેદ ટી-શર્ટમાં ખત્રીનો ફોટો ચર્ચાનો વિષય  બની ગયો છે. અતુલ ખત્રીએ પહેરેલા ટી-શર્ટ પર વેક્સિનેશનનું સર્ટિફિકેટ  છપાયેલું છે.

આ વિચાર કેવી રીતે આવ્યો એ અંગે એક ટ્વીટમાં તેણે કહ્યું કે કામ અને મુસાફરી હવે શરૂ થઈ ગઈ છે. ઍરપૉર્ટ અને હૉટેલમાં વારંવાર કોરોના રસીકરણનાં પ્રમાણપત્રો બતાવવાં પડે છે, એથી હું કંટાળી ગયો હતો અને મને આ વિચાર આવ્યો હતો.

Whatsapp Join Banner Guj