સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો (International Passenger Flights) પર લાગેલો પ્રતિબંધ વધારી દીધો, દેશમાં આ તારીખ સુધી નહીં ચાલે કોઈ કોમર્શિયલ ફ્લાઇટ

નવી દિલ્હી, 24 માર્ચઃ આંતરરાષ્ટ્રીય ઉડાનો(International Passenger Flights) પર પ્રતિબંધ વધારવાનું નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. DGCA દ્વારા જારી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ઉડાનો પર પ્રતિબંધ માટે 26 જૂન 2020ના જારી આદેશમાં સામાન્ય ફેરફાર કરતા પ્રતિબંધને 30 એપ્રિલ સુધી વધારી દેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, પહેલા આ પ્રતિબંધ 31 માર્ચ સુધી હતો, પરંતુ હવે તેને એક મહિના માટે વધારી દેવામાં આવ્યો છે. પરંતુ આ પ્રતિબંધ માલ વાહક વિમાનો અને DGCA ની મંજૂરીથી ચલાવવામાં આવતી ઉડાનો પર લાગૂ થશે નહીં. દેશમાં નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને જોતા સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો (International Passenger Flights) પર લાગેલો પ્રતિબંધ વધારી દીધો છે. હવે આ પ્રતિબંધ 30 એપ્રિલ 2021 સુધી અમલમાં રહેશે.

આ પણ વાંચો…