Jitendra singh statement: કાશ્મીરમાંથી કલમ 370 હટાવી, એવી જ રીતે POKને આઝાદ કરાવી લેશે: કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ
Jitendra singh statement: પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર ને આઝાદ કરી ભારતનો ભાગ બનાવશે: કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ
નવી દિલ્હી, ૨૨ માર્ચ: Jitendra singh statement: કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે રવિવારે એક મોટું નિવેદન (Jitendra singh statement) આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભાજપ સરકાર તેના વચન અંગે અડગ રહેશે અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર (POJK)ને આઝાદ કરી ભારતનો ભાગ બનાવશે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવા અંગે કોઈ વિચાર પણ કરી શકતું ન હતું, પણ સરકારે આ કરી દેખાડ્યું છે. એવી જ રીતે સરકાર POJKને ભારતનો અવિભાજ્ય ભાગ બનાવશે. વડાપ્રધાન કાર્યલયમાં રાજય મંત્રી જીતેન્દ્ર સિંહે જમ્મુ પ્રવાસ સમયે આ નિવેદન આપ્યું હતું. તેઓ અહી કઠુઆ જિલ્લામાં મહારાજ ગુલાબ સિંહની 20 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવા ગયા હતા.
જીતેન્દ્ર સિંહે (Jitendra singh statement) કહ્યું- સરકારે વર્ષ 1994માં એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં એ વાત ઉપર ભાર આપવામાં આવ્યો હતો કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના જે વિસ્તાર ઉપર કબજો કરવામાં આવ્યો છે, તેને તાત્કાલિક ખાલી કરવો જોઈએ. આ અમારી જવાબદારી છે કે POJKને સ્વતંત્ર કરાવવામાં આવશે.
જીતેન્દ્ર સિંહે (Jitendra singh statement) કહ્યું કે જ્યારે આપણે કલમ-370 હટાવવા અંગે કહ્યું હતું તો ઘણા લોકોના વિચારની બહાર હતું. પણ ભાજપે તેનું વચન નિભાવ્યું છે. બસ એવી જ રીતે ભૂતપુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ વર્ષ 1980માં ભવિષ્યવાણી કરી હતી કે પાર્ટી અહીંથી બહુમતિથી જીતશે, આ અંગે પણ કોઈએ વિચાર કર્યો ન હતો.
આ પ્રથમ વખત નથી કે જ્યારે કોઈ ભાજપ નેતા પાકિસ્તાના કબ્જાવાળા કાશ્મીરના વિસ્તારને આઝાદ કરાવવાનું વચન આપે છે. ગયા મહિને નિવૃત લશ્કરી વડા કેજેએસ ઢિલ્લને કહ્યું હતું કે યોગ્ય સમયે POK ભારતનો ભાગ બની જશે. આ અગાઉ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે મોદી સરકાર વિકાસના કાર્યો મારફતે જમ્મુ-કાશ્મીરનો એવો ચહેરો બદલી નાંખશે કે POKના લોકો ભારતનો ભાગ બનવાની માંગ કરવા લાગશે.