Police action against watch pornographic topics: બાળકો સાથે જોડાયેલી અશ્લીલ કન્ટેન્ટ જોનારાઓ પર નજર, પોલીસ પહેલા સમજાવશે, નહીં માને તો ધરપકડ કરશે

Police action against watch pornographic topics: રાજસ્થાનમાં ઈન્ટરનેટ પર પોર્ન વીડિયો, ફોટો અને અશ્લીલ કન્ટેન્ટ જોવા કે અપલોડ કરવા પર પોલીસ હવે એક્શન લેશે

અમદાવાદ, ૨૨ માર્ચ: Police action against watch pornographic topics: રાજસ્થાનમાં ઈન્ટરનેટ પર પોર્ન વીડિયો, ફોટો અને અશ્લીલ કન્ટેન્ટ જોવા કે અપલોડ કરવા પર પોલીસ હવે એક્શન (Police action against watch pornographic topics) લેશે. ખાસ સોફ્ટવેર (સાઈબર ડોમ) ની મદદથી તેના પર નજર રાખવામાં આવી રહી છે. તમારા IP એડ્રેસથી વારંવાર શું સર્ચ કરવામાં આવે છે, તેની માહિતી પોલીસ રાખશે. પોર્નની સર્ચિંગ કરશો તો પોલીસ તમારા ઘરે આવી જશે. પકડાશો તો પહેલી વખત વોર્નિંગ આપશે જે બાદ પણ ન માન્યા તો ધરપકડ કરશે.

DGP એમએલ લાઠરે જણાવ્યું કે, આવી વ્યક્તિ પકડાયા બાદ પહેલા તેના પરિવારને આ અંગે જાણ કરવામાં આવશે. તેમ છતાં કોઈ ભૂલ કરશે તો સાઈબર એક્ટ હેઠળ FIR નોંધવામાં આવશે. DGP લાઠરે એક રિસર્ચના આધારે જણાવ્યું કે- છેલ્લાં 2 વર્ષમાં ઈન્ટરનેટનો ઉપયોગ ઘણો વધ્યો છે. રિસર્ચ મુજબ દરરોજ એક વ્યક્તિ ઈન્ટરનેટ પર 6 કલાક 36 મિનિટ વિતાવે છે.

ચોંકાવનારી વાત એ પણ છે કે ગૂગલ સર્ચમાં ટોપ 20માં જે કી-વર્ડ્સ છે તે અશ્લીલ કન્ટેન્ટને (Police action against watch pornographic topics) સર્ચ કરે છે. આ એક ઘણી મોટી સમસ્યા છે. આવનારા દિવસોમાં આ સમસ્યાથી દરેક પરિવાર પરેશાન થશે. જો તેને કંટ્રોલ કરવામાં ન આવ્યું તે પરિણામ ઘણાં ખરાબ હશે. એક રિસર્ચ મુજબ ઈન્ટરનેટ પર સગીર વયના લોકોની કન્ટેન્ટ ડાઉનલોડ કરીને મોટી સંખ્યામાં વાયરલ કરવામાં આવે છે.

પોલીસે (Police action against watch pornographic topics) આ પ્રકારના ગુના કરી રહેલા લોકો વિરૂદ્ધ ગાળિયો વધુ મજબૂત બનાવવાનો નિર્ણય કર્યો છે. એક ખાસ સોફ્ટવેર ‘સાઈબર ડોમ’થી નજર રાખવાનું કામ શરૂ થઈ ગયું છે. પોલીસ હેડક્વાર્ટરમાં તેના માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ ઝડપથી એક્ટિવ થઈ જશે.

આ પણ વાંચો: Delhi is the most polluted city in the world: વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર દિલ્હી બન્યુ, બીજા નંબરે બાંગ્લાદેશનું આ શહેર આવ્યું- વાંચો વિગત

સૌથી પહેલા એવા નંબરના IP એડ્રેસને ટ્રોસ કરવામાં આવશે જેના પર વારંવાર પોર્ન કન્ટેન્ટ સર્ચ અને ડાઉનલોડ કરવામાં આવે છે. જેમાં બાળકો સાથે સંબંધિત પોર્ન કન્ટેન્ટ જોનારા વિરૂદ્ધ પોલીસની (Police action against watch pornographic topics) બારીક નજર રહેશે. સતત પોર્ન કન્ટેન્ટ જોનારાઓના નંબર લોકેટ કરવામાં આવશે. પોલીસ તે વ્યક્તિની ઘરે પહોંચશે. પૂછપરછ કરવામાં આવશે અને આ નંબરથી ઈન્ટરનેટ કોણ ચલાવે છે. પરિવારનો જે પણ સભ્ય સામે આવશે તેની પોલ ખોલવામાં આવશે. પરિવારના સભ્યોની સામે તેઓ પોતે પણ શરમ અનુભવશે. તેને સમજાવવામાં આવશે. જે બાદ પણ જો તે નહીં માને તો સાઈબર એક્ટમાં કાર્યવાહી થશે.

અશ્લીલ વીડિયો-ફોટો જોવા, ડાઉનલોડ કરીને મોબાઈલમાં રાખવા અને વાયરલ કરવા પર IT એક્ટમાં સેક્શન 67, 67A, 67B અંતર્ગત કાર્યવાહીની (Police action against watch pornographic topics) જોગવાઈ છે. IT એક્ટ 67 અંતર્ગત પોર્ન કન્ટેન્ટ જોવા, ડાઉનલોડ કરવા અને વાયરલ કરવા પહેલી વખત 3 વર્ષની સજા અને 5 લાખ રૂપિયાનો દંડ. બીજી વખત પકડાશે તો 5 વર્ષની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ થશે.

67A અંતર્ગત પોર્ન કન્ટેન્ટ મોબાઈલમાં રાખવા, વાયરલ કરવા પર પહેલી વખત પકડાશે તો 5 વર્ષની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ લાગશે. બીજી વખત પકડાયા તો 7 વર્ષની સજા અને 10 લાખ રૂપિયા દંડ થશે. 67B ત્યારે લાગશે જ્યારે કોઈના મોબાઈલમાં સગીરની પોર્ન વીડિયો-ફોટો મળશે. પહેલી વખત પકડાશે તો 5 વર્ષની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ છે. બીજી વખત પકડાશે તો 7 વર્ષ અને 10 લાખ રૂપિયાનો દંડ છે.

Gujarati banner 01