Manipur violence

Manipur violence update: હિંસાની આગમાં સળગી રહ્યું છે મણિપુર, મુસાફરો માટે શરણાર્થી કેમ્પ બન્યું ઈમ્ફાલ એરપોર્ટ

  • એરપોર્ટની ટર્મિનલ બિલ્ડિંગ એક સમયે માત્ર 750 મુસાફરોને હેન્ડલ કરી શકે તેમ છે, ત્યારે હાલ લગભગ 2 હજાર મુસાફરો ત્યાં ફસાયેલા છે

Manipur violence update: ઇમ્ફાલ એરપોર્ટ પર આવેલા મુસાફરોમાંથી કેટલાક તો ગોળીઓથી ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું

નવી દિલ્હી, 10 મેઃ Manipur violence update: ઇમ્ફાલ એરપોર્ટ પરથી હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે. એરપોર્ટ મુસાફરોથી ભરેલું છે, તેમાંથી ઘણા મુસાફરો બીમાર છે અને ઘણા લોકો જવા માટે રડી રહ્યા છે. લોકો ગયા અઠવાડિયે શરૂ થયેલી મણિપુર હિંસાથી બચવા માટે એરપોર્ટ પર કતારમાં ઊભા જોવા મળે છે. 

ઇમ્ફાલ એરપોર્ટ પર આવેલા મુસાફરોમાંથી કેટલાક તો ગોળીઓથી ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. એએઆઇના એક અધિકારીએ મંગળવારે ઇમ્ફાલથી ફોન પર એક સમાચાર એજન્સીને જણાવ્યું કે, “જો તમે ઇમ્ફાલ એરપોર્ટનો નજારો જોશો, તો તમને રડવાનું મન થશે. 

એરપોર્ટ પર પણ ડોક્ટરો લોકોની સારવાર કરી રહ્યા છે

એરપોર્ટની ટર્મિનલ બિલ્ડિંગ એક સમયે માત્ર 750 મુસાફરોને હેન્ડલ કરી શકે તેમ છે. 250 આગમન માટે અને 500 પ્રસ્થાન માટે, ત્યારે હાલ લગભગ 2 હજાર મુસાફરો ત્યાં ફસાયેલા છે. એરપોર્ટના ડોકટરો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) સ્ટાફ અને વિવિધ એરલાઈન્સના કર્મચારીઓ પીડિત લોકોને થોડી રાહત આપવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. AAI તમામ ફસાયેલા લોકોને ખોરાક અને પાણી પુરું પાડી રહ્યું છે.

આ પણ વાંચો… People forgot to smile in japan: લ્યો બોલો! આ દેશના લોકો તો હસવાનું જ ભૂલી ગયા, જાણો કારણ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો