Mumbai local train: 15 ઓગસ્ટથી શરૂ થશે મુંબઈની લોકલ ટ્રેન પરંતુ આ છે શરતો. જાણો વિગત.
Mumbai local train: મુંબઈ શહેરના જે લોકો એ બે ડોઝ લઈ લીધા હોય અને બીજો ડોઝ લીધા ને 14 દિવસ પતી ગયા હોય તેમણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.
મુંબઈ, ૦૯ ઓગસ્ટ: Mumbai local train: મુંબઈ વાસીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે આગામી ૧૫ ઓગસ્ટથી એટલે કે રવિવારના દિવસથી મુંબઇ શહેરના નિવાસીઓ માટે લોકલ ટ્રેન ના દરવાજા ખુલી જશે. આ સંદર્ભે મહારાષ્ટ્રને સંબોધન કરતા રવિવારના દિવસે રાત્રે આઠ વાગ્યે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મુંબઈ શહેરના જે લોકો એ બે ડોઝ લઈ લીધા હોય અને બીજો ડોઝ લીધા ને 14 દિવસ પતી ગયા હોય તેમણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.
આ એપ્લિકેશનના માધ્યમથી ટિકિટ મળી શકશે. જે વ્યક્તિઓ પાસે એપ્લીકેશન ઉપલબ્ધ નહીં હોય તેવું ટિકિટ બારી પાસે જઈને પોતાના દસ્તાવેજો દેખાડીને ટિકિટ ખરીદવાની રહેશે.
સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કોરોના રસીકરણના પહેલા તબક્કામાં રસીના બંને ડોઝ લેનારા લોકોને (Mumbai local train) મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. ટ્રેનમાં સફર દરમિયાન મુસાફરોએ પોતાની પાસે બંને ડોઝના પ્રમાણ પત્રો રાખવા જરૂરી રહેશે. એટલું જ નહીં રસીકરણના 14 દિવસ પૂરા થયા બાદ જ મુસાફરોને ટ્રેનમાં મુસાફરીની મંજૂરી રહેશે.
સીએમ ઠાકરેએ કહ્યું કે જે લોકોએ 15 દિવસ પહેલા રસીના બંને ડોઝ લીધા છે તેમને ટ્રેનોમાં મુસાફરી માટે મંજૂરી અપાશે. તેનાથી ઓછા દિવસ હશે તો લોકો લોકલમાં મુસાફરી કરી શકશે નહીં.

