Tokyo olympics update 1

Neeraj chopra Gold medal: ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ નીરજ ચોપડા પર થયો પૈસાનો વરસાદ

Neeraj chopra Gold medal: નીરજ ચોપડાને છ કરોડ રૂપિયા તેમ જ નોકરી પણ આપવામાં આવશે. જો તેઓ રાજ્યમાં જમીન ખરીદશે તો એમાં તેમને 50%ની છૂટ આપવામાં આવશે: મનોહર લાલ ખટ્ટર

ખેલ ડેસ્ક, ૦૯ ઓગસ્ટ: Neeraj chopra Gold medal: નીરજ ચોપડાએ ઇતિહાસ સર્જ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે નીરજ ચોપડાને બધાઈ આપી છે. મીડિયા સાથે વાતચીત દરમ્યાન તેમણે કહ્યું કે ‘‘આ દેશ અને હરિયાણા માટે મોટી ઉપલબ્ધિ છે. આ અવસર પર હરિયાણા સરકાર તરફથી દેશને અભિનંદન આપું છું.

’’ દેશની જનતા આનંદ મનાવી રહી છે, (Neeraj chopra Gold medal) જેવા ખેલાડી ટોક્યોથી પાછા ફરશે ત્યારે 13 તારીખે ઉત્સવ મનાવવામાં આવશે. તેમણે આગળ કહ્યું કે ‘’ટોક્યોમાં હરિયાણાના છોકરાએ પોતાનો ઝંડો ખોડી દીધો.’’ નીરજ ચોપડાને છ કરોડ રૂપિયા તેમ જ નોકરી પણ આપવામાં આવશે. જો તેઓ રાજ્યમાં જમીન ખરીદશે તો એમાં તેમને 50%ની છૂટ આપવામાં આવશે.

આ પણ વાંચો…Mumbai local train: 15 ઓગસ્ટથી શરૂ થશે મુંબઈની લોકલ ટ્રેન પરંતુ આ છે શરતો. જાણો વિગત.

કેન્દ્રીય ખેલપ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે ‘’સૌથી પહેલા હું નીરજ ચોપડાના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપું છું. આ ઐતિહાસિક જીત છે અને ખૂબ મોટી ઉપલબ્ધિ છે.’’

Whatsapp Join Banner Guj