jannayak janta party 1

Jananayak Janata Party: જનનાયક જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.અજયસિંહ ચૌટલા ની ઉપસ્થતિમાં કાર્યકર્તા જન જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું

Jananayak Janata Party: 15 ઓગસ્ટ બાદ રાષ્ટ્રીય નેતાઓ અંબાજી ખાતે માં અંબા ના દર્શન કરી ચૂંટણી લક્ષી કામગીરી ની શરૂઆત કરશે તેમ જણાવ્યું હતું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૯ ઓગસ્ટ:
Jananayak Janata Party: ગુજરાત માં આગામી વર્ષ 2022 માં ગુજરાત વિધાનસભા ની ચૂંટણીઓ આવી રહી છે તેને લઈ વિવિધ રાજકીય પક્ષો પોતાની રણનીતિમાં લાગી ગયા છે ત્યારે આપ પાર્ટી બાદ હવે જન નાયક જનતા પાર્ટી એટલે કે (JJP) પણ હવે ગુજરાત માં પગરણ માંડી રહી છે જોકે જનનાયક જનતા પાર્ટી 8 ઓગસ્ટ થી જનનાયક જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.અજયસિંહ ચૌટલા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને હરિયાણાના ઉપ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટલા ની ઉપસ્થતિમાં કાર્યકર્તા જન જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું પણ રાષ્ટ્રીય નેતાઓજ ન ફરકતા શિબિર નો રકાસ જોવા મળ્યો હતો

આ પણ વાંચો…Bhavnagar: પાઈપલાઈનમાં ભંગાણ થતા 20 ફૂટ ઉંચો પાણીનો ફુવારો છૂટતા લાખો ગેલન પાણીનો વેડફાટ થતા અધિકારો સ્થળ પર દોડી આવ્યા

અને ક્યાંક કાર્યકર્તાઓ માં પણ નિરાશા જોવા મળી હતી જોકે જનનાયક જનતા પાર્ટી (Jananayak Janata Party) ના પ્રદેશ પ્રમુખ બચ્ચનસિંહ ગુર્જરે તમામ કાર્યકર્તાઓ ને સાત્વના આપી હતી અને કોરોના કાળ માં મૃત્યુ પામેલા લોકો ને શ્રદ્ધાંજલિ પાઠવી શિબિરની શરૂઆત કરી હતી ને હવે પછી ફરી થી 15 ઓગસ્ટ બાદ રાષ્ટ્રીય નેતાઓ અંબાજી ખાતે માં અંબા ના દર્શન કરી ચૂંટણી લક્ષી કામગીરી ની શરૂઆત કરશે તેમ જણાવ્યું હતું રાષ્ટ્રીય નેતાઓ ન આવ્યા હોવાથી મીડિયા સમક્ષ માફી માંગી હતી ને જણાવ્યું હતું.

Jananayak Janata Party

હરિયાણા માં મંત્રી મંડળ નું વિસ્તરણ થનારું છે તેની કામગીરી ને લઈ જન નાયક જનતા પાર્ટી ના રાષ્ટ્રીય નેતાઓ અંબાજી આવી શક્યા નથી ને ગુજરાત માં પોતાના બેનર હેઠળ ચૂંટણી લાડવા બાબતે જણાવ્યું હતું કે જન નાયક જનતા પાર્ટી હરિયાણા માં B J P ની સહયોગી પાર્ટી છે ને તેનો નિર્ણય કેન્દ્રીય કમિટીજ લઈ શક્સે જોકે હાલ માં કોરોના ની ત્રીજી લહેર ની સંભાવના ને લઈ આ તમામ કાર્યકતૉ ને ફરજીયાત કોરોના પ્રતિરોધક રસી લઈ સુરક્ષિત બની જવા આહવાન પણ કર્યું હતું.

Whatsapp Join Banner Guj

જોકે આજે અંબાજી ખાતે યોજાયેલી (Jananayak Janata Party) કાર્યકર્તા જનજાગૃતિ શિબિરમાં કાર્યકર્તાઓ ની બેઠક વ્યવસ્થામાં સોશ્યિલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મલ્યો હતો એટલુંજ નહીં મોટાભાગના કાર્યકર્તાઓ માસ્ક વગર જોવા મળતા સરકાર ની કોરોના ગાઇડ લાઇન ના નિયમ નું પણ ઉલંઘન કરાયા હોવાનું જોવા મળ્યું હતું એટલુ જ નહી એક તરફ રસી લેવા માટે સૂચનો કરવામાં આવે છે ત્યારે નેતાઓ ખુદ માસ્ક વગર નિયમો તોડતા જોવા મળ્યા હતા.