Mumbai Scrap Market Fire: મુંબઇ ખાતે ભંગારનાં ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયરવિભાગ ઘટના સ્થળે પહોચ્યું

Mumbai Scrap Market Fire: ફાયરવિભાગનાં એક અધિકારીએ જાણકારી આપી છે આ ઘટના મોડી રાત્રે થઇ છે. તેમણે કહ્યું કે, ‘અમે આગળની જાણકારી રાત્રે આશરે 3 વાગ્યે મળી

મુંબઇ,12 નવેમ્બર:Mumbai Scrap Market Fire: આર્થિક રાજધાની કહેવાતી મુંબઇનાં માનખુર્દ વિસ્તારમાં એક ભંગારનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. શુક્રવારે થયેલી આ દુર્ધટનામાં હજુ સુધી કોઇ જ જાનહાનીનાં સમાચાર નથી. આ વાતની જાણકારી ફાયર ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓએ આપી છે. દુર્ધટનાની સૂચના મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.

સમાચાર એજન્સી ANI મુજબ, ફાયરવિભાગનાં એક અધિકારીએ જાણકારી આપી છે આ ઘટના મોડી રાત્રે થઇ છે. તેમણે કહ્યું કે, ‘અમે આગળની જાણકારી રાત્રે આશરે 3 વાગ્યે મળી. 12 ફાયર એન્જિન, 10 ટેન્કરોની સાથે 150 ફાયરવિભાગનાં કર્મીઓએ આગ ઓલવવાનું કામ માટે ગોઠવવામાં આવ્યાં છે. કોઇનાં આહત થવાનાં સમાચાર નથી.’ ઓક્ટોબરમાં જ મુંબઇ સ્થિત એક બહુમાળી ઇમારતમાં આગ લાગી હતી. તે દમરિયાન એક સુરક્ષાકર્મીનું મોત થયું હતું.

આ પણ વાંચોઃ RBI Retail Direct Scheme: આજે લૉંચ થશે RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમ, જાણો તેનાથી રિટેલ રોકાણકારોને શું ફાયદો થશે

સ્પટેમ્બરમાં થઇ એવી ઘટના- સ્પટેમ્બરમાં પૂર્વ ઉપનગર માનખુર્દનાં મંડલા કબાડ બજારમાં શુક્રવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ દરમિયાન કોઇનાં ઘાયલ થવાની સૂચના નથી. નગર નિગમ અધિકારીનાં જણાવ્યાં અનુસાર, વીર જીજામાતા ભોસલે માર્ગ સ્થિત ભંગારનાં બજારમાં વહેલી સવારે ચાર વાગ્યે આગ લાગી હતી. આગમાં બજારની સાતથી આઠ દુકાનો આગની ચપેટમાં લાગી છે. આ બજારમાં ખાલી રાસાયણિક ડ્રમ સહિત વિભિન્ન પ્રકારનો ભંગાર હતો.

Whatsapp Join Banner Guj