RBI

RBI Retail Direct Scheme: આજે લૉંચ થશે RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમ, જાણો તેનાથી રિટેલ રોકાણકારોને શું ફાયદો થશે

RBI Retail Direct Scheme: આ જ વર્ષ ફેબ્રુઆરી મહિનામાં આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સુવિધાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત રિટેલ રોકાણકારો સરકારી સિક્યોરિટી માર્કેટમાં ઑનલાઇન રોકાણ કરી શકશે

નવી દિલ્હી, 12 નવેમ્બર:RBI Retail Direct Scheme: સરકારી સિક્યોરિટીઝમાં રિટેલ રોકાણકારો ની ભાગીદારી વધારવા માટે વડાપ્રધાન મોદી શુક્રવારે એટલે કે 12 નવેમ્બરના રોજ આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ (RBI Retail Direct Scheme) લોંચ કરશે. જે અંતર્ગત રિટેલ રોકાણકારો કોઈ પણ ચાર્જ વગર પોતાનું સરકારી સિક્યોરિટીઝ એકાઉન્ટ (Gilt Accounts) ખોલી શકશે.

ઉલ્લેખનીય છે કે આ જ વર્ષ ફેબ્રુઆરી મહિનામાં આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સુવિધાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત રિટેલ રોકાણકારો સરકારી સિક્યોરિટી માર્કેટમાં ઑનલાઇન રોકાણ કરી શકશે. આ રોકાણ પ્રાઇમરી અને સેકન્ડરી એમ બંને બજારમાં થઈ શકશે.

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve bank of India)ના ગવર્નર શક્તિકાંત દાસે ફેબ્રુઆરીમાં પૉલિસી રિવ્યૂ દરમિયાન આ સ્કીમની જાહેરાત કરી હતી. આ સ્કીમને તેમણે મોટા માળખાકીય પરિવર્તનનું દરજ્જો આપ્યો હતો. જુલાઈમાં આરબીઆઈ કહ્યું હતું કે, આ ટ્રેડિંગ પ્લેટફોર્મના માધ્યમથી રિટેલ રોકાણકારો પ્રાઇવર ઑક્શનમાં ભાગ લઈ શકશે. આ સાથે જ નેગોસિએટેડ સિસ્ટમ ઑર્ડર મેચિંગ (Negotiated Dealing System-Order Matching Segment) અથવા NDS-OMમાં પણ રોકાણ કરી શકશે.

આ પણ વાંચોઃ Gujarat corona case:રાજ્યમાં કોરોના કેસોમાં થયો ધરખમ વધારો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ કોઈ વ્યક્તિ માટે સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ માટે વન-સ્ટૉપ સમાધાન છે. જે અંતર્ગત રિટેલ રોકાણકાર આરબીઆઈમાં ડાયરેક્ટ ગિલ્ટ એકાઉન્ટ ખોલી શકશે અને તેની દેખરેખ કરી શકશે.

ઑનલાઇન ખુલશે ખાતું

Retail Direct Gilt Accountને આ સ્કીમ અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં આવેલા ઑનલાઇન પોર્ટલ મારફતે ખોલી શકાશે. આ સ્કીમને ભારતના સૉવરેન બૉન્ડ માર્કેટને ઇન્ડિવિઝ્યુઅલ ખરીદદારો માટે ખોલવા તેમજ રોકાણના સ્તરને વધારવાના ઉદેશ્ય સાથે લૉંચ કરવામાં આવી રહી છે.

આ સાથે જ પીએમ મોદી એકીકૃત લોકપાલ યોજના (Integrated Ombudsman Scheme)નો પણ શુભારંભ કરાવશે. આ યોજનાનો કેન્દ્રીય વિષય ગ્રાહકો માટે ફરિયાદ દાખલ કરવા માટે એક પોર્ટલ, એક ઈમેઇલ, એક સરનામું પૂરું પાડવાનો છે. જે ‘એક રાષ્ટ્ર એક લોકપાલ’ પર આધારિત છે. ગ્રાહકો ફરિયાદ દાખલ કરવી, દસ્તાવેજ જમા કરવા, ફરિયાદની સ્થિતિ ચકાસવી વગેરે કામ એક જ જગ્યા પરથી કરી શકશે. આ માટે એક બહુભાષી ટોલ-ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવશે. એટલે કે હવે તમારે બેંક સંબંધીત ફરિયાદ માટે અલગ અલગ ઈમેઇલ કે પોર્ટલ પર જવાની જરૂરી નહી રહે. તમામ બેંકોની ફરિયાદ એક જ પોર્ટલ પરથી કરી શકાશે.

Whatsapp Join Banner Guj