plasma therapy

કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોનાની સારવાર માટે નવી ગાઇડલાઇન કરી જાહેરઃ હવે નહીં થઇ શકે પ્લાઝમા થેરેપી(plasma therapy)- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 18 મેઃ સમગ્ર દેશમાં કોરોના કહેર વરસી રહ્યો છે. તેવામાં કોરોનાની સારવાર માટે લેવાતી પ્લામા થેરાપીને લઇને સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે દર્દીઓને અપાતી પ્લાઝ્મા થેરેપી(plasma therapy)ને સારવારમાંથી હટાવી દીધી છે. આ સંગર્ભમાં નવી ગાઇડલાઇન પણ જારી કરવામાં આવી છે. એમ્સ, આઈસીએમઆર, કોવિડ નેશનલ ટાસ્ક ફોર્સ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એપ્રિલ મહિનામાં આવેલી બીજી લહેર દરમિયાન તેની માંગમાં ખુબ ધવારો થયો હતો. પરંતુ હેલ્થ નિષ્ણાંતો સતત પ્લાઝ્મા થેરેપી(plasma therapy) વધુ અસરકારક ન હોવાનો મત આપતા આવ્યા છે. 

plasma therapy

આ પહેલા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર), નેશનલ ટાસ્ક ફોર્સની બેઠકમાં બધા સભ્યો તે પક્ષમાં હતા કે પ્લાઝ્મા થેરેપી(plasma therapy)ને કોરોનાની સારવારમાંથી હટાવી દેવી જોઈએ. તેમનું કહેવું છે કે આ કોરોના થેરેપીમાં પ્રભાવી નથી અને ઘણા મામલામાં તેનો અયોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. 

plasma therapy

આ પણ વાંચો…..

Control Room: અમદાવાદ જિલ્લા તંત્ર થયુ વધુ સતર્ક, આપાતકાલીન સ્થિતિમાં મદદ માટે જાહેર કર્યા ફોન નંબરો