Control Room: અમદાવાદ જિલ્લા તંત્ર થયુ વધુ સતર્ક, આપાતકાલીન સ્થિતિમાં મદદ માટે જાહેર કર્યા ફોન નંબરો

અમદાવાદ, 18 મેઃControl Room: તૌકતે વાવાઝોડાની સંભવિત અસરો ઉપર ત્વરિત નિયંત્રણ મેળવવા અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર સાબદું થયું છે. અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે સતત સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. તેમના આદેશાનુસાર અમદાવાદ જિલ્લાની ડિઝાસ્ટર શાખા દ્વારા વિવિધ કંટ્રોલરૂમ કાર્યરત કરાવવામાં આવ્યા છે. જેના સંપર્ક નંબર નીચે મુજબ છે. સંભવિત વાવાઝોડા સમયે આપાતકાલીન પરિસ્થિતિમાં આ નંબરો(Control Room)નો સંપર્ક કરવા જણાવાયું છે.

ડિઝાસ્ટર વ્યવસ્થાપન સેલ
કંટ્રોલરૂમ -૦૭૯-૨૭૫૬૦૫૧૧
ટોલ ફ્રી નંબર-૧૦૭૭

અમદાવાદ મ્યુનિસિપલ  કોર્પોરેશન
ફ્લડ કંટ્રોલરૂમ- ૦૭૯-૨૫૩૫૩૮૫૮

ફાયર બ્રિગેડ
કંટ્રોલરૂમ – ૦૭૯-૨૨૧૪૮૪૬૬,૬૭,૬૮
ટ્રોલ ફ્રી-૧૦૧

કોવિડ-૧૯ હેલ્પલાઇન
કંટ્રોલરૂમ – ૦૭૯-૨૫૫૦૭૦૭૬
ટ્રોલ ફ્રી-૧૦૪

Whatsapp Join Banner Guj

આરોગ્ય વિભાગ હેલ્પલાઇન
કંટ્રોલરૂમ -૦૭૯-૨૫૫૦૭૦૭૬

ફ્લડ સેલ સિંચાઈ હેલ્પલાઇન
કંટ્રોલરૂમ -૦૭૯-૨૭૯૧૩૮૦૦

UGVCL હેલ્પલાઇન કંટ્રોલરૂમ-૮૯૮૦૦૩૧૦૩૬/
૯૮૭૯૬૧૮૩૧૫

વન વિભાગ હેલ્પલાઇન
કંટ્રોલરૂમ-૭૯૨૯૭૦૧૦૮૩

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૌકતે વાવાઝોડાની સંભવિત સ્થિતિ ધ્યાને લઇ તાલુકા સ્તરે પણ વિવિધ કંટ્રોલરૂમ(Control Room) કાર્યરત કરવામાં આવ્યા છે. જેની વિગત નીચે મુજબ છે

દસક્રોઇ – ૭૬૦૦૯૩૫૦૬૧

સાણંદ-૯૪૨૮૯૧૧૮૦૦

બાવળા-૯૪૨૭૦૬૯૨૮૯

ધોળકા-૯૭૨૨૮૮૧૮૧૧

ધંધુકા-૯૭૩૭૫૪૭૪૭૭

ધોલેરા-૯૪૨૭૨૬૭૩૨૦

વિરમગામ – ૭૯૮૪૮૭૦૮૬૫

માંડલ-૯૮૨૫૭૪૯૨૯૪/૬૩૫૨૭૯૧૬૯૨

દેત્રોજ-૯૪૨૭૦૦૭૮૩૩/૮૫૩૦૧૧૩૩૪૩
‌‌
ઉલ્લેખનીય છેકે, તૌકતે વાવાઝોડું સોમવારે રાત્રે 9 વાગે ગુજરાતના ઉના પાસે ટકરાયું હતું. તે વખતે તેની ગતિ પ્રતિ કલાક ૧૫૦થી ૧૭૫ કિલોમીટરની હતી. જેમાં સૌથી વધારે જાફરાબાદ અને પીપાવાવમાં 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી. તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae) એ ગુજરાતના દરિયા કાંઠાને ધમરોળી મૂક્યુ છે. મુખ્યમંત્રી રૂપાણી પોતે પણ કંટ્રોલરૂમ(Control Room)થી અધિકારીઓનો સંપર્ક કરીને સતત સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. હવામાન ખાતાના અપડેટ અનુસાર, વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાની મધ્ય આંખ છૂટી પડી રહી છે. વાવાઝોડાની બહારની તરફ સર્જાયેલું મોટું વાદળ પણ નબળું પડી રહ્યું છે. તો વેરાવળ-સોમનાથમાં ગત મોડી રાતથી વીજપુરવઠો ચાલુ-બંધ થવાનો સિલસિલો યથાવત છે. 

ADVT Dental Titanium

આ પણ વાંચો…..

cyclone effect:દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા મોટીની અસર જોવા મળી, ભારે પવન સાથે વરસાદ- વાંચો ક્યાં કેટલો વરસાદ પડ્યો?