પીએમ મોદી(pm modi)નું દેશને સંબોધનઃ લોકડાઉનને ગણાવ્યું છેલ્લુ ઓપ્શન, જાણો વધુમાં શું કહ્યું વડાપ્રધાને…!

https://youtu.be/EUXBQqeIuAg

દવાઈ ભી, કડાઈ ભી- આ મંત્રને ભૂલવાનો નથી. વેક્સિન બાદ પણ આ મંત્ર જરૂરી છેઃ પીએમ મોદી(pm modi)

નવી દિલ્હીઃ દેશમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી અનેક રાજ્યોની સ્થિતિ ખરાબ છે. દેશમાં ઓક્સિજન સહિત દવાઓની પણ અછત સર્જાય છે. આ વચ્ચે પીએમ મોદી(pm modi) દેશને સંબોધિત કર્યા છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(pm modi)નું સંબોધન

  • તમે બધા સ્વસ્થ રહો. તમારો પરિવાર સ્વસ્થ રહે, આ કામનાની સામે હું મારી વાત પૂરી કરુ છું. તમારો ખુબ ખુબ આભારઃ પીએમ મોદી
  • પીએમ મોદીએ પોતાના સંબોધનમાં રામ નવમી અને રમઝાનનો ઉલ્લેખ કર્યો. 
  • દવાઈ ભી, કડાઈ ભી- આ મંત્રને ભૂલવાનો નથી. વેક્સિન બાદ પણ આ મંત્ર જરૂરી છેઃ પીએમ મોદી(pm modi)
  • હું રાજ્યોને વિનંતી કરુ છું કે તે લૉકડાઉનથી બચે, નાના-નાના કન્ટેઈન્મેન્ટ ઝોન બનાવવા પર ધ્યાન આપેઃ પીએમ મોદી
  •  પ્રચાર માધ્યમોથી અપીલ છે કે તે લોકોને અફવાઓથી બચાવવામાં મદદ કરેઃ પીએમ મોદી
  • સમાજના પુરૂષાર્થ અને સેવાના સંકલ્પથી જ આપણે આ લડાઈ જીતી શકીએ. મારી યુવા સાથીઓને વિનંતી છે કે નાની-નાની કમિટી બનાવી શેરીમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં મદદ કરેઃ પીએમ મોદી
  •  મને વિશ્વાસ છે કે જનભાગિદારીની તાકાતથી આપણે કોરોનાના આ તોફાન સામે લડી શકશું. 
pm modi
  • પાછલા વખતની પરિસ્થિતિઓ આજથી ખુબ અલગ હતી. ત્યારે આપણી પાસે કોરોના સામે લડવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નહતું. કોરોના ટેસ્ટ માટે લેબ નહતી, પીપીઈ કીટ નહતી, અને અન્ય વસ્તુ પણ નહતી. આજે આપણી પાસે મોટી માત્રામાં પીપીઈ કીટ્સ છે, લેબ છે, ટેસ્ટિંગની કેપિસિટી પણ વધી રહી છે.
  • કેન્દ્ર અને રાજ્ય સરકારોની મદદથી શ્રમિકોને પણ વેક્સિન આપવામાં આવશે. અમારી રાજ્ય સરકારને અપીલ છે કે તે શ્રમિકોમાં વિશ્વાસ જગાવેઃ પીએમ મોદી
  • હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. કેટલાક શહેરોમાં વિશેષ અને વિશાળ કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. 
  • પાછલા વર્ષે જ્યારે કોરોના આવ્યો ત્યારે દેશના વૈજ્ઞાનિકોએ વેક્સિન બનાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. આજે વિશ્વની સૌથી સસ્તી વેક્સિન ભારતની પાસે છે. 
  • અમારો પ્રયાસ લોકોનું જીવન બચાવવાનો છે. એ પ્રયાસ પણ છે કે લોકોની આજીવિકા પર સૌથી ઓછી અસર પડે. 
  • ભારતમાં વિશ્વનું સૌથી મોટુ વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. ભારતે અત્યારે વિશ્વમાં સૌથી પહેલા 10, 11 અને 12 કરોડ લોકોને વેક્સિન આપી છે. ગઈકાલે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને 1 મેથી વેક્સિન આપવાની જાહેરાત કરી છે. દેશની સરકારી હોસ્પિટલોમાં લોકોને ફ્રી વેક્સિન મળતી રહેશે. જેથી ગરીબો તેનો લાભ લઈ શકે. 
pm modi
  • પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં કોરોના વોરિયર્સના પ્રયાસોની પ્રશંસા કરી.
  • આ વખતે કેસ વધ્યા તો દેશના ફાર્મા સેક્ટરે દવાઓના ઉત્પાદનમાં વધારો કર્યો છે. આજે જાન્યુઆરી-ફેબ્રુઆરીની તુલનામાં અનેક ગણી દવાઓનું પ્રોડક્શન થઈ રહ્યું છેઃ પીએમ મોદી
  •  દેશમાં ઓક્સિજનની સપ્લાઈ વધે અને બધાને ઓક્સિજન મળે તે માટે પણ સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. નવા ઓક્સિજન પ્લાન્ટ ખોલવામાં આવી રહ્યાં છે. દરેક જરૂરીયાત લોકોને ઓક્સિજન પહોંચાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 
  • મુશ્કેલ સમયમાં આપણે ધૈર્ય ગુમાવવાનું નથી. કોઈ પણ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય જરૂરી. આપણે આ લડાઈ લડીશું અને જીતીશુંઃ પીએમ
  • નમસ્કાર દેશવાસીઓ… દેશ કોરોના સામે લડી રહ્યો છે. કોરોનાની લહેર ધીમી પડી હતી તે ફરી તોફાન બની આવી છે. જે લોકોએ કોરોનામાં પોતાના સ્વજનો ગુમાવ્યો છે, તેમના પ્રત્યે હું શ્રદ્ધાંજલિ વ્યક્ત કરુ છું. હું આ દુખના સમયમાં તમારી સાથે છું. 
  • આ જાહેરાત પહેલા પીએમ મોદીએ વેક્સિન નિર્માતાઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે રસી નિર્મતાતાઓને રેકોર્ડ સમયમાં કોવિડ-19ની રસીના વિકાસ કર્યો અને તેનું વિનિર્માણ કર્યું છે. તેમણે કહ્યું કે, દુનિયાભરમાં ભારતમાં વિનિર્મિત કોવિડ-19 રસી સૌથી સસ્તી છે. અહીં દુનિયાનું સૌથી મોટી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. 

આ પણ વાંચો….

self lockdown: વધતા જતા સંક્રમણને લઈને આ જીલ્લાઓ તેમજ બજારો બંધ રહેશે- જાણો આ શહેરોનું નામ છે સામેલ