પીએમ મોદી(PM Narendra Modi)એ સાંસદોને આપી શીખામણ, કહ્યું- આ બાબતે વારંવાર યાદ કરાવુ પડે તે યોગ્ય નથી…વાંચો વિગતે સંપૂર્ણ અહેવાલ
હું જ્યારે મુખ્યમંત્રી હતો અને પીએમ છું તે દરમિયાન એક પણ રજા લીધી નથીઃ પીએમ મોદી

નવી દિલ્હી, 23 માર્ચઃ આજે ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકને સંબોધિત કરી અને પાર્ટીના સાંસદોને વડાપ્રધાને સંદેશો આપ્યો. આ દરમિયાન પીએમ મોદી(PM Narendra Modi)એ કહ્યું કે હું જ્યારે મુખ્યમંત્રી હતો અને પીએમ છું તે દરમિયાન એક પણ રજા લીધી નથી. જે પણ કામ કર્યું છે તે ઈતિહાસ બનશે. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને 26 મે 2014ના રોજ તેમણે પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા.
નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ આ અગાઉ પણ સંસદમાં હાજરીને લઈને સાંસદોને કડક સંદેશ આપ્યો હતો. 10 માર્ચના રોજ થયેલી સંસદીય દળની બેઠકમાં પણ પીએમ મોદીએ સાંસદોને શીખામણ આપી હતી અને કહ્યું હતું કે તમામ સાંસદોએ સત્ર દરમિયાન સદનની અંદર હાજર રહેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે પાર્ટીના સાંસદોને સદનમાં હાજરી અંગે વારંવાર યાદ કરાવવું પડે તે જરાય યોગ્ય નથી. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી દ્વારા સંસદમાં ભાજપના સાંસદોની ઉપસ્થિતિની જરૂરિયાતનો ઉલ્લેખ કરાયા બાદ પીએમ મોદીએ પાર્ટી સાંસદોને કડક સંદેશ આપ્યો.

આ પણ વાંચો….
તરુણ પ્રભુનું એમએક્સ પ્લેયરના hey prabhu!2 પર પુનરાગમન, 10 એપિસોડની આ સિરીઝ 26 માર્ચથી શુભારંભ