Vaccine edited

અંબાજી ખાતે આજે ત્રીજા ચરણ (3rd round) ની રસીકરણ ની કામગીરી…

3rd round vaccine

અંબાજી ખાતે આજે ત્રીજા ચરણ (3rd round)ની રસીકરણ ની કામગીરી……..60 વર્ષ થી વધુ ના સિનિયર સીટીઝનો સહીત 45 વર્ષ ની ઉંમર થી વધુ ના નાદુરસ્ત લોકો સમાવેશ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૨૩ માર્ચ:
3rd round: કોરોના મહામારી ને એક વર્ષ પરીપૂર્ણ થયું છે એટલુંજ નહીં હાલ તબક્કે કોરોના એ ફરી માથું ઉચક્યું છે ત્યારે સરકાર પણ કોરોના સામે લડી લેવાની મન મનાયું હોય તેમ કોરોના વિરોધી રસી લેવાની મુહિમ તેજ કરી છે

ત્રીજા ફેઝ માં 60 વર્ષ થી વધુ ના સિનિયર સીટીઝન ને રસી આપવાની કામગીરી શરૂ કરાઈ

ADVT Dental Titanium

પ્રથમ ફેઝ માં હેલ્થ વર્કર તેમજ સુરક્ષા કર્મીઓ ને રસીકરણ કરાયું હતું ને બીજા ફેઝ માં ફ્રન્ટ લાઈન વોરિયર ને રસીકરણ ની કામગીરી પૂર્ણ કર્યા બાદ હવે ત્રીજા ફેઝ (3rd round) માં 60 વર્ષ થી વધુ ના સિનિયર સીટીઝન ને રસી આપવાની કામગીરી શરૂ કરાઈ છે યાત્રાધામ અંબાજી ખાતે આજે ત્રીજા ચરણ ની રસીકરણ ની કામગીરી માં 60 વર્ષ થી વધુ ના સિનિયર સીટીઝનો સહીત 45 વર્ષ ની ઉંમર થી વધુ ના નાદુરસ્ત લોકો ને પણ રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

દાંતા તાલુકા માં આ રસીકરણ ની કામગીરી 50 ટકા જેટલી પૂર્ણ કરાઈ.ને 950 લોકો ને રસીકરણ ની કામગીરી નો એક ટાર્ગેટ પૂરો કરાયો

Whatsapp Join Banner Guj

જોકે દાંતા તાલુકા માં આ રસીકરણ ની કામગીરી 50 ટકા જેટલી પૂર્ણ કરાઈ છે આ સાથે જે લોકો એ રસી નું પ્રથમ ડોઝ લીધો હતો તેમને બીજો ડોઝ પણ આપવામાં આવ્યો હતો ને 950 લોકો ને રસીકરણ ની કામગીરી નો એક ટાર્ગેટ પૂરો કરાયો છે જયારે 31 માર્ચ સુધી માં 12500 લોકો ને રસીકરણ ના લક્ષ્યાંક સામે હમણાં સુધી 5500 લોકો ને રસીકરણ કરવામાં આવ્યું છે ને 31 માર્ચ સુધી આ ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવશે તેમ આરોગ્ય અધિકારી ડો.એન પી ચૌહાણ એ જણાવ્યું હતું

3rd round vaccine ambaji

જોકે અંબાજી ખાતે રસીકરમ ના આ કેમ્પ માં અંબાજી ભારતીય જનતા પાર્ટી મંડળ દ્વારા રસી લેવા આવનાર લોકો માટે ચા, કોફી તેમજ બિસ્કીટ ની વ્યવસ્થા કરમાં આવી હતી જે કાર્યક્રમ ને સફળ બનાવવા ભાજપા મંડળ પ્રમુખ મ્રૂગેશ મહેતા , મહામંત્રી દેવેન્દ્રવ્યાસ તથા સુનિલ બ્રહ્મભટ્ટ એ જહેમત ઉઠાવી હતી. 31 માર્ચ સુધી માં 12500 લોકો ને રસીકરણ ના લક્ષ્યાંક.હમણાં સુધી 5500 લોકો ને રસીકરણ કરવામાં આવ્યું.

આ પણ વાંચો…કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ તારીખથી ૪૫ વર્ષની ઉંમરના દરેક વ્યક્તિને મફતમાં મળશે વેક્સિન(vaccine)