રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(President Ramnath Kovind)ની બાયપાસ સર્જરી સફળ રહી, રક્ષામંત્રી રાજનાથ સિંહે આપી જાણકારી

નવી દિલ્હી, 30 માર્ચઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ની દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સફળ બાયપાસ સર્જરી થઈ છે. તેની જાણકારી રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટર પર આપી છે. તેમણે કહ્યું કે, હું સફળ ઓપરેશન માટે ડોક્ટરોની ટીમને શુભેચ્છા આપુ છું. રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યના હાલચાલ જાણવા માટે એમ્સના ડાયરેક્ટર સાથે વાત કરી છે. આ સાથે રક્ષા મંત્રીએ કહ્યુ કે, હું તેમના જલદી સાજા થવાની કામના કરુ છું.
થોડા દિવસ પહેલા જ પીએમ મોદી અને અમિત શાહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાલચાલ જાણ્યા હતા. પીએમઓ તરફથી જારી કરાયેલા નિવેદન અનુસાર પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગના પુત્ર સાથે વાતચીત કરી હતી અને તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. આ સાથે પીએમ મોદીએ રાષ્ટ્રપતિના જલદી સાજા થવાની કામના કરી છે. તો અમિત શાહે કહ્યુ હતુ કે, તેમણે રાષ્ટ્રપતિના પરિવાર સાથે વાત કરી સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી.

નોંધનીય છે કે, મહત્વનું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(President Ramnath Kovind)ને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસમાં સામે આવ્યુ કે, તેમની બાયપાસ સર્જરી કરાવવી પડશે. ડોક્ટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખી રહી છે.

આ પણ વાંચો…
એક સમયે નન બનેલી મોડલ, સોફિયા હયાત(sofia hayat)ની બિકીનીમાં હોળી રમતી તસવીરો થઈ વાયરલ- જુઓ ફોટોઝ
