Vaccine center visit: જામનગરના સચિવ નલીન ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને કોરોના અંગે બેઠક યોજાઇ

Vaccine center visit, Jamnagar
પ્રભારી સચિવએ વેકસીનેશન સેંટરની મુલાકાત લીધી,વ્યવસ્થાઓની સમીક્ષા કરાઇ

જામનગરમાં કામદાર કોલોની યુ.પી.એચ.સી. ખાતેના કોવિડ પ્રતિરોધક રસીકરણ કેંદ્રની મુલાકાત (Vaccine center visit) લીધી હતી. મુલાકાત દરમિયાન સચિવએ રસી લેનાર લાભાર્થી સિનિયર સિટિઝનો સાથે સંવાદ સાધ્યો હતો

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૩૦ માર્ચ:
જામનગર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલ પગલાંઓ, જિલ્લામાંની રસીકરણની કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટી તંત્રને આવશ્યક માર્ગદર્શન પૂરૂ પાડવા માટે પ્રભારી સચિવ નલીન ઉપાધ્યાય જામનગરમાં આવ્યા છે. જ્યાં તેમણે કલેકટર કચેરી ખાતે વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી.

ADVT Dental Titanium

આજરોજ સચિવએ જામનગરમાં કામદાર કોલોની યુ.પી.એચ.સી. ખાતેના કોવિડ પ્રતિરોધક રસીકરણ કેંદ્રની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સચિવએ રસી લેનાર લાભાર્થી સિનિયર સિટિઝનો સાથે સંવાદ સાધ્યો હતો અને લાભાર્થીઓના અનુભવો જાણ્યા હતા.

Whatsapp Join Banner Guj

આ બેઠક અને મુલાકાતમાં કલેકટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, મ્યુનિ.કમિશનર સતિષ પટેલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મીતાબેન જોષી, પ્રાંત અધિકારીઓ, એમ.ઓ.એચ ઋજુતાબેન જોશી વગેરે અધિકારીઓ જોડાયા હતા.

આ પણ વાંચો…એક સમયે નન બનેલી મોડલ, સોફિયા હયાત(sofia hayat)ની બિકીનીમાં હોળી રમતી તસવીરો થઈ વાયરલ- જુઓ ફોટોઝ