bhagwant maan

Punjab Election Results 2022: પંજાબમાં ચાલી ગયો ઝાડુનો જાદુ, 90 બેઠકો પર આપ ને બહુમત

Punjab Election Results 2022: આમ આદમી પાર્ટીએ ટ્રેન્ડમાં બહુમતનો આંકડો પાર કરીને પ્રચંડ લીડ મેળવી છે

પંજાબ, ૧૦ માર્ચ: Punjab Election Results 2022: પંજાબ વિધાનસભાની ચૂંટણીના પરિણામ (Punjab Election Results 2022) લગભગ નક્કી છે. પંજાબનો આગામી સરદાર કોણ હશે, તે થોડા કલાકો પછી ખબર પડશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. રુઝાનોમાં આમ આદમી પાર્ટી આગળ છે.

સીએમ ચન્ની, નવજોત સિંહ સિદ્ધૂ જેવા મોટા નેતાઓ પાછળ ચાલી રહ્યાં છે. શરૂઆતના રુઝાનોમાં આમ આદમી પાર્ટી પંજાબમાં દિલ્હીની કહાનીનું પરિવર્તન કરીને જોરદાર બહુમતી પ્રાપ્ત કરતી જોવા મળી રહી છે. બીજા નંબર માટે કોંગ્રેસ અને અકાલી દળમાં ટક્કર છે. જોકે આ માત્ર રુઝાન છે. પરિણામ માટે થોડી રાહ જોવી પડશે.

aap celebrate punjab

ટ્રેન્ડમાં આપ ને બહુમત મળ્યા પછી આપ ના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી ની શરૂઆત થઇ ગઈ છે. પાર્ટીના સમર્થકો દ્વારા જગ્યા-જગ્યા મીઠાઈઓ વહેંચીને આ ખાસ પળની ઉજવણી કરવામાં આવી રહી છે.

આમ આદમી પાર્ટીના સીએમ ચેહરા ભગવંત માન ધૂરીથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમનો મુકાબલો કોંગ્રેસના યુવા નેતા દલવીર સિંહ ગોલ્ડી સાથે છે. ધૂરી સીટ પણ તેમના જ સસંદીય ક્ષેત્રમાં આવે છે. જોકે આ પહેલા તેઓ જલાલાબાદ અને લેહરાથી વિધાનસભા ચૂંટણી હારી ચૂક્યા છે. બીજી તરફ ગોલ્ડીથી તેમને જોરદાર ટક્કર મળી રહી છે.

Arvind kejriwal

બીજી તરફ, પાર્ટીના સંસ્થાપક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પંજાબમાં AAPને સ્પષ્ટ બહુમતી મળવા પર પ્રતિક્રિયા આપી છે. તેમને પંજાબમાં AAPના સીએમ ચહેરા ભગવત સિંહ માન સાથે ટ્વિટર પર એક તસવીર શેર કરી છે. આ સાથે તેમણે તેમની પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ પંજાબના લોકોનો આભાર માન્યો છે.

આ પણ વાંચો: CNG and PNG prices: પેટોલ બાદ હવે CNGના ભાવમાં વધારો અને PNGના ભાવમાં તોતિંગ વધારો થવાની શક્યતા

સીએમ ચન્ની પાછળ

ભદૌર બેઠકથી મેદાનમાં ઉતરેલા સીએમ ચન્ની હાલ ત્યાં પાછળ છે. જ્યારે ચમકૌર સાહિબ સીટથી તેઓ આગળ છે. સીએમ ચન્ની બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. લંબી સીટથી પ્રકાશ સિંહ બાદલ આગળ છે. જ્યારે નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર પૂર્વથી આગળ છે. તેમના વિરુદ્ધ મેદાનમાં બિક્રમ મજીઠિયા છે. 

Gujarati banner 01