CNG Price increase for vehicles

CNG and PNG prices: પેટોલ બાદ હવે CNGના ભાવમાં વધારો અને PNGના ભાવમાં તોતિંગ વધારો થવાની શક્યતા

CNG and PNG prices:ગેસના ક્ષેત્રના જાણકારોનું કહેવું છે કે ભારતની રોજની ૧૯૦ એમએમએસસીએફડી ગેસની જરૃરિયાત છે. તેમાંથી ૫૦ ટકા જરૃરિયાત આયાતી લિક્વિડ નેચરલ ગેસથી સંતોષવામાં આવે છે

નવી દિલ્હી, 10 માર્ચઃ CNG and PNG prices:CNG ના ભાવમાં વધારો થયો છે. અદાણી ગેસ કંપનીએ આજથી નવો ભાવ વધારો લાગુ કર્યો છે. 2 રૂપિયાના ભાવ વધારા સાથે સીએનજી ગેસનો નવો ભાવ ₹ 73.09 રૂપિયા પહોંચ્યો છે. અગાઉ CNG માં જૂનો ભાવ ₹ 71.09 રૂપિયા હતો. ત્યારે હવે લોકોના બજેટને વધુ અસર પડશે.

યુક્રેન યુદ્ધની અસર હવે ભારતમાં બળતણની કિંમતો પર દેખાવા લાગી છે. માનવામાં આવી રહ્યુ છે કે, પેટ્રોલ તેમજ ડીઝલ પર જલ્દી જ મોંઘવારીનો માર પડવાનો છે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે.

આયાત કરવામાં આવી રહેલા એલએનજી-લિક્વિડ નેચરલ ગેસના આંતરરાષ્ટ્રીય બજારમાંના ભાવ ૨૦૨૨નઆ માર્ચ મહિનામાં ળદઈનએ મેટ્રિક મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક ફીટ-એમએમએસીએફડીના ભાવ ૪૦થી ૫૦ ડૉલરની સપાટીને વળોટી ગયા હોવાથી આગામી દિવસોમાં મોટર, રિક્ષા સહિતના વાહનો દોડાવવા માટે વપરાતા સીએનજી-કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને દરેકના રસોડામાં આવી રહેલા પીએનજી-પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં જંગી વધારો થવાની સંભાવનાને કારણે ગૃહિણીઓના રસોડામાં વપરાતા ગેસના બિલમાં ૩૦થી ૫૦ ટકાનો વધારો આવે તેવી સંભાવના છે. માર્ચ ૨૦૨૧માં જે લિક્વિડ નેચરલ ગેસના એમએમસીએફડીના ભાવ ૬થી ૮ ડૉલરના હતા તેના માર્ચ ૨૦૨૨માં ૪૦થી ૫૦ ડૉલર બોલાઈરહ્યા છે.

CNG and PNG prices

આંતરરાષ્ટ્રીય બજારમાં લિક્વિડ નેચરલ ગેસના ભાવમાં વધારો થઈ ગયો હોવાથી વોહનો દોડાવવા વપરાતા સીએનજીના ભાવમાં કિલોએ ૧૦થી ૧૫નો વધારો આવી જવાની સંભાવના છે.અત્યારે દરેકના રસોડામાં આવી ગયેલા પીએનજી-પાઈપ્ડ નેચરલ ગેસના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ ભાવમાં ૭૦થી ૧૦૦ ટકાનો વધારો આવી જવાની સંભાવના છે. આ જ રીતે ઉદ્યોગોને આપવામાં આવતા સીએનજીના ભાવમાં પણ મોટો વધારો આવવાની સંભાવના છે.

આ પણ વાંચો…Vaccine for 12 to 17 yr: 12થી 17 વર્ષના બાળકો માટે કોવોવૈક્સ વેક્સિનને DGCIએ આપી મંજૂરી- વાંચો વિગત

કુદરતી ગેસનો ઉપયોગ કરીને કામ કરતા ઉદ્યોગોમાં કેમિકલ, સિરામિક, ગ્લાસ, એગ્રોકેમિકલ અને ટેક્સટાઈલ ઉદ્યોગનો સમાવેશ થાય છે. ક્રૂડની માફક ગેસના સ્થાનિક ભાવ પણ વૈશ્વિક બજારના ભાવને આધારે જ નક્કી કરવામાં આવતા હોવાથી સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવામાં આવતા ગેસના ભાવમાં પણ વધારો આવવા માંડયો છે.

દેશની કુદરતી ગેસની ૨૦ ટકા જરૃરિયાતને સંતોષવાની ક્ષમતા ધરાવતા સ્થાનિક ગેસના ભાવ પણ હાલના ભાવથી બમણા થઈ જવાની શક્યતા છે. બીજું સરકાર તરફથી એડમિનિસ્ટર્ડ પ્રાઈસ મિકેનિઝમની વ્યવસ્થા હેઠળ ગેસનો આપવામાં આવતો સપ્લાય ખાસ્સો ઘટી ગયો છે. તેથી ગેસના સપ્લાયમં ૧૫થી ૨૦ ટકાની શોર્ટેજ આવી ગઈ હોવાથી પણ સીએનજી અને પીએનજીના ભાવમાં ઊછાળો આવી રહ્યો છે. સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સને પણ બહારથી આવતો ગેસ મોંઘાભાવે મળે છે. અત્યારે તેમની પાસે જૂના ગેસનો જથ્થો પડયો હોવાથી જૂના અને નવા ગેસનું મિશ્રણ કરીને વેચી રહ્યા હોવાથી તેના ભાવમાં મોટો વધારો આવ્યો નથી.

ગેસના ક્ષેત્રના જાણકારોનું કહેવું છે કે ભારતની રોજની ૧૯૦ એમએમએસસીએફડી ગેસની જરૃરિયાત છે. તેમાંથી ૫૦ ટકા જરૃરિયાત આયાતી લિક્વિડ નેચરલ ગેસથી સંતોષવામાં આવે છે. ભારતનું પોતાનું ઉત્પાદન ૧૦૦થી ૧૨૦ એમએમએસસીએફડી છે. એક એમએમએસીએફડી ગેસનું એમએમબીટીયુ-બ્રિટીશ થર્મલ યુનિટમાં રૃપાંતરકરવામાં આવે તો ૧૦૦૦ એમએમબીટીયું થાય છે. એક એમએમબીટીયુ ગેસનું સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરઃએસસીએમમાં રૃપાંતર કરીને રાંધણ ગેસ તરીકે વપરાતા પીએનજીનું બિલ બનાવવામાં આવે છે.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.